સુપ્રીમથી રાહત બાદ પાછુ મળશે લોકસભા સભ્યપદ, શું આગામી લોકસભાની ચૂંટણી લડી શકશે રાહુલ ગાંધી ?

|

Aug 04, 2023 | 2:48 PM

કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન વાંધાજનક હતું, પરંતુ આ માટે મહત્તમ સજા આપવાનું કારણ નીચલી કોર્ટને જણાવવું જોઈતું હતું. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી જ્યાં રાહુલ ગાંધીને રાહત મળી છે, ત્યાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં ઉર્જાનો સંચાર થયો છે.

સુપ્રીમથી રાહત બાદ પાછુ મળશે લોકસભા સભ્યપદ, શું આગામી લોકસભાની ચૂંટણી લડી શકશે રાહુલ ગાંધી ?
Rahul Gandhi

Follow us on

મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી બે વર્ષની સજા પર પણ રોક લગાવી દીધી છે. હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ તરત જ રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થશે ? તેમજ હવે રાહુલ ગાંધીનું આગળ શું થશે ચાલો જાણીએ.

રાહુલને પાછી મળશે લોકસભાની સદસ્યતા ?

આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે આ કેસમાં રાહુલ ગાંધીને સૌથી વધુ સજા કેમ આપવામાં આવી ? તે જ સમયે, આ નિવેદન સાથે, સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી. કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન વાંધાજનક હતું, પરંતુ આ માટે મહત્તમ સજા આપવાનું કારણ નીચલી કોર્ટને જણાવવું જોઈતું હતું. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી જ્યાં રાહુલ ગાંધીને રાહત મળી છે, ત્યાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં ઉર્જાનો સંચાર થયો છે. આ સાથે જ સવાલ એ પણ ઉઠવા લાગ્યો છે કે, સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ હવે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ પુનઃસ્થાપિત થઈ શકશે?

કાયદા નિષ્ણાતોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ પુનઃસ્થાપિત થઈ શકે છે. આ સાથે તેઓ આગામી લોકસભાની ચૂંટણી પણ લડી શકશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

લોકસભાની ચૂંટણી લડવા શું કરવું પડશે રાહુલે ?

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ લોકસભા સચિવાલયને રાહુલ ગાંધી વતી રિપોર્ટ સોંપવો પડશે. જેમાં સુપ્રીમ કોર્ટના આજના આદેશનો ઉલ્લેખ કરીને લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરવામાં આવશે. આ પછી, લોકસભા સચિવાલયના અધિકારીઓ આદેશનો અભ્યાસ કરશે અને તે પછી જ રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો આદેશ જાહેર કરવામાં આવશે. જો કે આ માટે કોઈ સમય મર્યાદા નથી, પરંતુ અધિકારીઓએ આ કામ વહેલી તકે કરવું પડશે.

લક્ષદ્વીપના એનસીપી સાંસદ મોહમ્મદ ફૈઝલને પણ જાન્યુઆરીમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ માર્ચમાં તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે ફૈઝલની બેઠક પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરી હતી, જે બાદમાં રદ કરવામાં આવી હતી. જો કે, રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા પછી, તેમના લોકસભા મતવિસ્તાર વાયનાડમાં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી ન હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article