Vaccination : સોમવારથી પુખ્ત વયના લોકોને અપાશે મફતમાં કોરોના વેક્સિન, જાણો રજીસ્ટ્રેશન જરૂરી છે કે નહિ

|

Jun 20, 2021 | 9:58 PM

દેશમાં Corona ની ત્રીજી લહેરની દહેશત વચ્ચે સોમવાર 21 જૂનથી દેશભરના પુખ્ત વયના લોકોને મફતમાં કોરોના રસી(Vaccine)આપવામાં આવશે. પીએમ મોદીએ આ અંગેની જાહેરાત 7 જૂનના રોજ કરી હતી.

Vaccination : સોમવારથી પુખ્ત વયના લોકોને અપાશે મફતમાં કોરોના વેક્સિન, જાણો રજીસ્ટ્રેશન જરૂરી છે કે નહિ
સોમવારથી પુખ્ત વયના લોકોને અપાશે મફતમાં કોરોના વેક્સિન

Follow us on

દેશમાં Corona ની ત્રીજી લહેરની દહેશત વચ્ચે સોમવાર 21 જૂનથી દેશભરના પુખ્ત વયના લોકોને મફતમાં કોરોના રસી(Vaccine)આપવામાં આવશે. આ અંગે પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર તમામ રાજ્યોને આ રસી(Vaccine)વિના મૂલ્યે આપશે જેથી પુખ્ત વયના લોકો આ રસી જલદીથી મેળવી શકે.

તમારે અગાઉથી નોંધણી કરવાની જરૂર નથી

પીએમ  મોદી દ્વારા  7 જૂનના રોજ કરવામાં  આવેલી આ જાહેરાત બાદ હવે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો Corona રસી મફતમાં મેળવી શકશે. જો કે, કેટલાક રાજ્યોએ પહેલાથી જ બધા માટે મફત રસી જાહેર કરી છે. સોમવારથી નિ :શુલ્ક રસીકરણ ડ્રાઇવ શરૂ થયા પછી તેઓએ અગાઉથી નોંધણી કર્યા પછી જ રસી કેન્દ્રમાં જવું પડશે? તેનો જવાબ એ છે કે સ્થળ પરની નોંધણીની સુવિધા હવે તમામ સરકારી અને ખાનગી રસી(Vaccine) કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. તેનો અર્થ એ કે તમારે અગાઉથી નોંધણી કરવાની જરૂર નથી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રાજ્યોએ રસી ઉત્પાદકો પાસેથી રસી ખરીદવાની રહેશે નહીં

તમે રસી લેવા માટે સીધા જ રસીકરણ કેન્દ્રમાં જઇ અને ત્યાં ઓનલાઇન નોંધણી કરવામાં આવશે. કોવિન અથવા આરોગ્યસેતુ એપ્લિકેશન પર પૂર્વ નોંધણી કરવાની જરૂર નથી.કેન્દ્ર સરકાર દ્વારા પહેલેથી જ કહેવામાં આવ્યું છે કે રાજ્યોએ રસી ઉત્પાદકો પાસેથી રસી ખરીદવાની રહેશે નહીં. કેન્દ્ર 75 ટકા રસી મેળવશે અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિના મૂલ્યે તેનું વિતરણ કરશે.

દેશમાં 26  કરોડથી વધુ  લોકોને નિશુલ્ક રસી મળી

ઉલ્લેખનીય છે અત્યાર સુધી દેશમાં 26  કરોડથી વધુ  લોકોને નિશુલ્ક રસી મળી છે. હવે તેમાં 18 વર્ષની વયના લોકો પણ જોડાશે. ફક્ત ભારત સરકાર તમામ દેશવાસીઓને મફત રસી આપશે.ખાનગી ક્ષેત્રની હોસ્પિટલો 25 ટકા આપવામાં આવી રહી છે. આ સિસ્ટમ પહેલાની જેમ ચાલુ રહેશે. રસીના નિયત ભાવ પછી ખાનગી દવાખાનાઓ એક ડોઝ માટે વધુમાં વધુ 150 રૂપિયા ચાર્જ વસૂલ કરી શકશે. તેના દેખરેખનું કાર્ય રાજ્ય સરકારોનું રહેશે.

Next Article