જે મહિલા ધારાસભ્યનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયુ હતું તે હવે ફરશે લગ્નના ફેરા, જાણો કોની જોડે, વાંચો આ રિપોર્ટ

|

Nov 18, 2019 | 8:01 AM

ઉત્તરપ્રદેશના રાયબરેલીના કોંગ્રેસના ધારાસભ્ય અદિતિ સિંહ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવવાના છે. તેમના લગ્ન પંજાબના કોંગ્રેસના ધારાસભ્ય અંગદ સૈની સાથે નક્કી થયા છે. અદિતિ દિલ્હીમાં 21 નવેમ્બરે અંગદ સૈની સાથે લગ્ન કરશે. રિસેપ્શન પણ દિલ્હીમાં જ 23 નવેમ્બરે રાખવામાં આવ્યું છે. અદિતિએ મીડિયા સાથેની વાતચીતમાં તેમના લગ્નની પુષ્ટિ કરી છે. અદિતિએ કહ્યું કે આ લગ્ન […]

જે મહિલા ધારાસભ્યનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયુ હતું તે હવે ફરશે લગ્નના ફેરા, જાણો કોની જોડે, વાંચો આ રિપોર્ટ

Follow us on

ઉત્તરપ્રદેશના રાયબરેલીના કોંગ્રેસના ધારાસભ્ય અદિતિ સિંહ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવવાના છે. તેમના લગ્ન પંજાબના કોંગ્રેસના ધારાસભ્ય અંગદ સૈની સાથે નક્કી થયા છે. અદિતિ દિલ્હીમાં 21 નવેમ્બરે અંગદ સૈની સાથે લગ્ન કરશે. રિસેપ્શન પણ દિલ્હીમાં જ 23 નવેમ્બરે રાખવામાં આવ્યું છે. અદિતિએ મીડિયા સાથેની વાતચીતમાં તેમના લગ્નની પુષ્ટિ કરી છે. અદિતિએ કહ્યું કે આ લગ્ન તેમના પિતાએ નક્કી કર્યા હતા.

અંગદ સૈની અને અદિતિ વર્ષ 2017માં ધારાસભ્ય બન્યા અને બંને રાજકીય પરિવારમાંથી આવે છે. અંગદ સૈનીએ લગ્નની વાતનો સ્વીકાર કર્યો છે. અંગદ સૈનીએ વર્ષ 2017માં રાજનીતિમાં પગ મુક્યો અને શહીદ ભગતસિંહ નગરથી ચૂંટણી જીતી. ધારાસભ્ય અંગદ સૈની સ્વર્ગીય દિલબાગસિંહના પરિવારથી આવે છે. દિલબાગસિંહ નવાશહેર સીટથી 6 વખત ધારાસભ્ય બન્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અદિતિ સિંહ ઉત્તરપ્રદેશમાં સૌથી યુવા ધારાસભ્યમાંથી એક છે. તેમને 2017માં 90 હજારથી વધારે મતથી રાયબરેલી સદર સીટ જીતી હતી. તેમના પિતા અખિલેશ કુમાર સિંહ 5 વખત રાયબરેલી સીટ પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અદિતિ સિંહ ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે રાહુલ ગાંધીની સાથે તેમની સગાઈની અફવાઓ ફેલાઈ હતી. ત્યારબાદ અદિતિસિંહે રાહુલ ગાંધીની સાથે સગાઈની વાતોને નકારી કાઢી હતી અને રાહુલ ગાંધીને પોતાના ભાઈ ગણાવ્યા હતા. અદિતિસિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધી તેમના ભાઈ જેવા છે, તે રાહુલ ગાંધીને રાખડી બાંધે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:00 am, Mon, 18 November 19

Next Article