દિલ્હી-NCRમાં આવ્યો 5.4ની તીવ્રતાનો ભૂકંપ, નેપાળમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ

|

Nov 12, 2022 | 8:39 PM

દિલ્હી-NCR અને નેપાળમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપના ઝટકા 54 સેકેન્ડ સુધી અનુભવાયા હતા. સાંજે 7.57 કલાકે આ ભૂકંપના આંચાકા આવ્યા હતા.

દિલ્હી-NCRમાં આવ્યો 5.4ની તીવ્રતાનો ભૂકંપ, નેપાળમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ
Earthquake

Follow us on

દિલ્હી-NCR અને નેપાળમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપના આંચકા 54 સેકેન્ડ સુધી અનુભવાયા હતા. સાંજે 7.57 કલાકે આ ભૂકંપના આંચકા આવ્યા હતા.દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં જમીન પર ભારે કંપન થયુ હતુ. જેના કારણે લોકો ઘરોથી બહાર આવી ગયા હતા.આ ભૂકંપનું કેન્દ્ર ધરતીથી 10 કિલોમીટર નીચે હતુ.દિલ્હી-NCR સહિત ગાઝિયાબાદ, ઉત્તરાખંડ અને નોયડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી.

એક દિવસના અંતરાલ પછી આ પાંચમી વખત છે જ્યારે દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા 10 નવેમ્બરે સવારે અરુણાચલ પ્રદેશમાં અડધા કલાકના અંતરે બે ભૂકંપ આવ્યા હતા. બંને વખત સિયાંગ જિલ્લામાં ભૂકંપ આવ્યો છે. પહેલો ભૂકંપ સવારે 10.31 વાગ્યે અને બીજો ભૂકંપ સવારે 10.59 વાગ્યે આવ્યો હતો. બંને વખત ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિમી નીચે હતુ.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

લોકો એ સોશિયલ મીડિયા પર શેયર કર્યો વીડિયો

 

 

 

9 નવેમ્બરે પણ આવ્યો હતો ભૂકંપ

નેપાળના ડોટી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે આવેલા જોરદાર ભૂકંપ બાદ એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 6.3ના આ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. ભૂકંપ 9 નવેમ્બરે મોડી રાત્રે લગભગ 1.57 વાગ્યે આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળના મણિપુરમાં ઉત્તરાખંડના પિથોરાગઢથી 90 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત હતુ.

Published On - 8:18 pm, Sat, 12 November 22

Next Article