ડિજિટલ માધ્યમથી ભારત-આર્મેનિયા વચ્ચે વિદેશ કાર્યાલય સ્તરની 9મો રાઉન્ડની બેઠક યોજાઈ, બંને દેશો ઘણા ક્ષેત્રોમાં સહયોગ માટે થયા સંમત

|

Feb 18, 2022 | 4:00 PM

ભારત અને આર્મેનિયાએ શુક્રવારે રાજકીય, આર્થિક, વ્યાપારી અને વિકાસ ક્ષેત્ર સહિત દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી.

ડિજિટલ માધ્યમથી ભારત-આર્મેનિયા વચ્ચે વિદેશ કાર્યાલય સ્તરની 9મો રાઉન્ડની બેઠક યોજાઈ, બંને દેશો ઘણા ક્ષેત્રોમાં સહયોગ માટે થયા સંમત
India-Armenia 9th Foreign Office level meeting held digitally ANI Photo

Follow us on

ભારત અને આર્મેનિયાએ શુક્રવારે રાજકીય, આર્થિક, વ્યાપારી અને વિકાસ ક્ષેત્ર સહિત દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) શુક્રવારે આ જાણકારી આપી. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, ‘બંને પક્ષોએ ઓક્ટોબર 2021માં વિદેશ મંત્રી એસ જયશંકરની (S Jaishankar) આર્મેનિયાની મુલાકાત દરમિયાન લીધેલા નિર્ણયોના અમલીકરણની પણ સમીક્ષા કરી હતી.’ ભારત અને આર્મેનિયા (Armenia) વચ્ચે શુક્રવારે 9મી બેઠક યોજાઈ હતી. ડિજીટલ માધ્યમથી વિદેશ કાર્યાલય સ્તરીય પરામર્શનો રાઉન્ડ યોજાયો હતો. આમાં, ભારતીય પક્ષનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) રીનાત સંધુએ કર્યું હતું અને આર્મેનિયન પક્ષનું નેતૃત્વ વિદેશ બાબતોના નાયબ પ્રધાન એમ સફરયાન દ્વારા કરવામાં આવ્યું હતું.

નિવેદન અનુસાર વાટાઘાટ દરમિયાન, બંને પક્ષોએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે વ્યાપક ચર્ચા કરી. આમાં રાજકીય, આર્થિક, વ્યાપારી અને વિકાસ જોડાણો, ક્ષમતા નિર્માણ, રાજદ્વારી બાબતો, સાંસ્કૃતિક સહકાર વગેરેનો સમાવેશ થાય છે. બહુસ્તરીય મંચોમાં સહકારને મજબૂત કરવા સંમત થયા.

બંને દેશો આગામી રાઉન્ડમાં ફરી વાતચીત કરશે

મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને પક્ષો વચ્ચેની મંત્રણા મૈત્રીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી અને તેઓ પોતાની વચ્ચે અનુકૂળ તારીખે ચર્ચાના આગલા રાઉન્ડનું આયોજન કરવા સંમત થયા હતા. વિદેશ મંત્રાલય વતી એવું કહેવામાં આવ્યું છે કે, તેઓએ ઓક્ટોબર 2021માં વિદેશ મંત્રીની આર્મેનિયાની પ્રથમ મુલાકાત દરમિયાન લીધેલા નિર્ણયોના અમલીકરણની પણ સમીક્ષા કરી છે. આ સાથે બંને દેશોના પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: CISF Recruitment 2022: ધોરણ 12 પાસ માટે CISFમાં કોન્સ્ટેબલની ભરતી, જાણો પગાર અને અરજીની વિગતો

આ પણ વાંચો: IAF Recruitment 2022: ભારતીય વાયુસેનામાં એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

Published On - 3:59 pm, Fri, 18 February 22

Next Article