97 વર્ષના દાદીની અપીલ જીતી રહી છે લોકોના હ્રદય, વિડીયો શેર કરીને આપ્યો આ ખાસ સંદેશ

|

May 09, 2021 | 8:26 PM

97 વર્ષીય મહિલા કેમેરા સાથે વાત કરતા જોઇ શકાય છે કે તેણે માર્ચમાં કોવિડ -19 રસીનો પહેલો ડોઝ લીધો હતો અને ત્યારથી તે પહેલા કરતાં વધુ સારું મેહસૂસ કરી રહ્યા છે

97 વર્ષના દાદીની અપીલ જીતી રહી છે લોકોના હ્રદય, વિડીયો શેર કરીને આપ્યો આ ખાસ સંદેશ

Follow us on

કોરોના વાયરસની રોકથામ માટે વિશ્વભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે. પરંતુ આ હોવા છતાં, ઘણા લોકો હજી પણ રસી મેળવવા વિશે મૂંઝવણમાં છે. ઘણા લોકો હજી પણ કોરોના રસીને સલામત માનતા નથી. આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર એક વૃદ્ધ મહિલાની અપીલનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, મહિલાએ તમામ લોકોને રસી મૂકવા હાકલ કરી છે. હવે તેનો આ સંદેશ જોરશોરથી શેર કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, 97 વર્ષીય મહિલા કેમેરા સાથે વાત કરતા જોઇ શકાય છે કે તેણે માર્ચમાં કોવિડ -19 રસીનો પહેલો ડોઝ લીધો હતો અને ત્યારથી તે પહેલા કરતાં વધુ સારું મેહસૂસ કરી રહ્યા છે. લોકોને આ સંદેશ આપતા વૃદ્ધ મહિલા દરેકને બોલે છે, “મને કોઈ દુખાવો કે કોઈ પણ પ્રકારની આડઅસર નથી.”
તાજેતરમાં, ઇન્ટરનેટ જગતમાં કોરોના રસીથી સંબંધિત ઘણી અફવાઓ ફેલાઇ હતી. આવી સ્થિતિમાં, રસીકરણ સાથે જોડાયેલી ગેરસમજોને દૂર કરતાં, મહિલાએ કહ્યું, કે કોઈએ પણ ડરવાની જરૂર નથી, રસી કરણ કરવી લેવું જોઈએ જે આપના અને આપના આસપાસના લોકો માટે ઘણું સારું છે. આ વીડિયો વરિષ્ઠ પત્રકાર લતા વેંકટેશન દ્વારા શેર કરવામાં આવ્યો છે.]

વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા પછી વૃદ્ધ મહિલા ઇન્ટરનેટ પર છવાય ગયા છે. કોરોના રસીકરણને પ્રોત્સાહન આપવાની તેમની શૈલીને લોકો પસંદ કરી રહ્યા છે. રસીકરણને પ્રેરણા આપવા માટે, લોકો સંદેશ પર વિવિધ રીતે ટિપ્પણી કરવામાં અને વિડિઓઝ શેર કરવામાં પણ વ્યસ્ત છે. સેલિબ્રિટિસ પણ આ વીડિયોને રીટ્વીટ કરી રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે.

એક યુઝર વીડિયો જોયા પછી તેણે લખ્યું કે, “તેમની વાત સાંભળો. રસી પીડા રહીત છે, અને સમય પણ જરૂરી છે. ” બીજા એક યુઝરે ટ્વીટ કર્યું, “આ તે લોકો માટે છે જે કોરોના રસી લેવા માટે ખચકાટ અનુભવતા હોય છે.” રસી વિશે સંકોચ કરવાનો હવે સમય નથી. ” આપને જણાવી દઈએ કે 1 મેથી, ભારતમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ તબક્કામાં લોકોને ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં રસીકરણની સુવિધા આપવામાં આવી છે.

 

Next Video