કરાચી જેલમાંથી 80 ભારતીય નાગરિકો થયા મુક્ત, 3 વર્ષથી હતા પાકિસ્તાનની જેલમાં

સીમાનું ઉલ્લંઘન કરવા બદલ માછીમારોની ધરપકડ કરે છે. બંને દેશોની જેલમાં હજુ પણ ડઝનબંધ માછીમારો કેદ છે જેમના પર દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગેલો છે અને તે આરોપ હેઠળ જ તેમની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં ગુજરાતના ફિશરીઝ કમિશનર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે અટારી-વાઘા બોર્ડર પર માછીમારોને રાજ્યના મત્સ્ય વિભાગની ટીમને સોંપવામાં આવશે.

કરાચી જેલમાંથી 80 ભારતીય નાગરિકો થયા મુક્ત, 3 વર્ષથી હતા પાકિસ્તાનની જેલમાં
80 Indian citizens released from Karachi jail were in Pakistan
| Edited By: | Updated on: Nov 10, 2023 | 12:35 PM

પાકિસ્તાન સરકારે ગુરુવારે 80 ભારતીય નાગરિકોને જેલમાંથી મુક્ત કરવાની જાહેરાત કરી હતી જે બાદ આજે વહેલી સવારે પાકિસ્તાન માંથી ભારતીયોને આઝાદ કર્યા છે. અહેવાલો અનુસાર, આ તમામ લોકો માછીમારો છે અને ગુજરાતના પોરબંદર સહિત વિવિધ વિસ્તારના રહેવાસી છે. પાકિસ્તાન સરકારે આ તમામને મુક્ત કર્યાના સમાચાર મળ્યા બાદ ગુજરાત સરકારની એક ટીમ તેમને લેવા પંજાબ પહોંચી છે. જે અંગે માહિતી આપતાં અમદાવાદના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘દેશમાંથી ગેરકાયદેસર વિદેશી વસાહતીઓ અને નાગરિકોને હાંકી કાઢવા માટે પાકિસ્તાન સરકારની વર્તમાન ઝુંબેશ’ના ભાગરૂપે ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે.

પાકિસ્તાનમાંથી મુક્ત કરાયા ભારતીય માછીમારો

કરાચીમાં એક વરિષ્ઠ જેલ અધિકારીએ માછીમારોને પાકિસ્તાન માંથી મુક્ત કરવા અંગે જણાવ્યું હતું કે તમામ માછીમારોને ભારે સુરક્ષા વચ્ચે અલ્લામા ઈકબાલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે અને શુક્રવારે લાહોર પહોંચ્યા પછી વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે. એધી વેલ્ફેર ટ્રસ્ટના ફૈઝલ એધીએ જણાવ્યું હતું કે મોટાભાગના ભારતીય માછીમારો ગરીબ પશ્ચાદભૂના છે અને તેઓ ભારત પરત ફરવાથી ખૂબ જ ખુશ છે. ટ્રસ્ટે પોતે ભારતીય માછીમારોને લાહોર પહોંચવાની વ્યવસ્થા કરી આપી છે. તેમણે કહ્યું કે, ‘તેઓ ખુશ છે કે તેઓ ટૂંક સમયમાં તેમના પરિવારને મળશે. અમે તેમને ઘર લઈ જવા માટે કેટલાક પૈસા અને અન્ય ભેટો પણ આપી છે.’

પાકિસ્તાનની જેલમાં કેટલાય માછીમારો બંધ

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને ભારત નિયમિત રીતે દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરવા બદલ એકબીજાના માછીમારોની ધરપકડ કરે છે. બંને દેશોની જેલમાં હજુ પણ ડઝનબંધ માછીમારો કેદ છે જેમના પર દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગેલો છે અને તે આરોપ હેઠળ જ તેમની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં ગુજરાતના ફિશરીઝ કમિશનર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે અટારી-વાઘા બોર્ડર પર માછીમારોને રાજ્યના મત્સ્ય વિભાગની ટીમને સોંપવામાં આવશે. સાંગવાને કહ્યું, ‘તેઓ ગુજરાતના વિવિધ વિસ્તારના રહેવાસી છે. અમે તેમને ટ્રેન દ્વારા ગુજરાત લાવીશું.

તમામ માછીમારો 3 વર્ષથી હતા પાકિસ્તાનની જેલમાં

એનજીઓ ‘ઈન્ડિયા પાકિસ્તાન પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી’ના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય જીવન જુંગીએ જણાવ્યું હતું કે, ‘આ 80 માછીમારોને લગભગ 3 વર્ષ પહેલા પાકિસ્તાની અધિકારીઓએ તેમના દેશના પ્રાદેશિક જળસીમામાં માછીમારી કરવાનો આરોપ લગાવીને પકડ્યા હતા. તેઓ 2020માં ગુજરાતના દરિયાકાંઠેથી રવાના થયા હતા. અમારા રેકોર્ડ મુજબ, 173 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે.’ મે અને જૂનમાં, પાકિસ્તાન સરકારે લગભગ 400 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા જેમની સમાન આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો