Independence Day: PM મોદીએ સતત આઠમી વાર લાલ કિલ્લા પરથી ફરકાવ્યો ત્રિરંગો, દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

|

Aug 15, 2021 | 8:11 AM

દેશના 75 માં સ્વતંત્રતા દિવસના અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા અને કામના કરી કે આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવથી દેશવાસીઓમાં નવી ઉર્જા અને નવી ચેતના આવે.

Independence Day: PM મોદીએ સતત આઠમી વાર લાલ કિલ્લા પરથી ફરકાવ્યો ત્રિરંગો, દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
75 th Independence Day: PM Modi unfurls the national flag from Red Fort for eighth consecutive time

Follow us on

સમગ્ર દેશ આજે 75 મો સ્વતંત્રતા દિવસ (75th Independence Day) ઉજવી રહ્યો છે. 15 ઓગસ્ટ ભારતના લોકો માટે ખૂબ જ ખાસ દિવસ છે. આખો દેશ આ પ્રસંગને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો. પોતાની માતૃભૂમિને ગુલામીની સાંકળોમાંથી મુક્ત કરવા માટે દેશના કરોડો પુત્રોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને તેમની બહાદુરીથી બ્રિટીશ સામ્રાજ્યનો પાયો હચમચાવી દીધો હતો. આ દિવસે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી.

દેશના 75 માં સ્વતંત્રતા દિવસના અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા અને કામના કરી કે આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવથી દેશવાસીઓમાં નવી ઉર્જા અને નવી ચેતના આવે. તેમણે પોતાના સંદેશમાં કહ્યું, ’75 મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આઝાદીના અમૃત મહોત્સવનું આ વર્ષ દેશવાસીઓમાં નવી ઉર્જા અને નવી ચેતના લાવે. જય હિન્દ.’

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી સતત આઠમી વાર ત્રિરંગો ફરકાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સતત આઠમી વાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, વિશેષ આમત્રિત સભ્યો અને અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

આઝાદી માટે લડનારા સૌ માટે દેશ ઋણીઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા આઝાદી માટે જનઆંદોલન બનાવનારા તમામ લડવૈયાઓને શ્રધ્ધાંજલી અર્પી હતી. આઝાદી માટે લડનારા તમામને યાદ કર્યા. વડાપ્રધાને જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકર સહીતના મહાનુભવાનુ ઋણી હોવાનું જણાવ્યુ.

PM મોદીએ તેમની સ્પિચમાં કહ્યું કે ભારતે વર્ષો સુધી માતૃભૂમિ, આઝાદી માટે સંધર્ષ કર્યો છે, જય પરાજય આવતો રહ્યો પણ મનમાં વસેલી આઝાદીની આકાંક્ષાને ઓછી નથી થવા દીધી તેઓ નમનને હકદાર છે.

વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ

દર વર્ષે 15 ઓગસ્ટના રોજ, અમર બલિદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને દેશના ખૂણે ખૂણે આઝાદીની ઉજવણી કરવામાં આવે છે. પીએમ મોદીએ શનિવારે કહ્યું હતું કે, ‘દેશના ભાગલાની પીડાને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. નફરત અને હિંસાને કારણે, આપણા લાખો ભાઈ-બહેનોને વિસ્થાપિત થવું પડ્યું અને જીવ પણ ગુમાવવો પડ્યો. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં, 14 ઓગસ્ટના રોજ ‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: સ્વતંત્રતા દિવસ: ‘દેશની રક્ષા કાજે સચેત અને સજાગ રહો, ચીન સાથે મતભેદો ઉકેલવા કોશિશ જારી’, સૈનિકો સાથે સંવાદમાં બોલ્યા રાજનાથ સિંહ

આ પણ વાંચો: Rajkot : ભાદર -1 ડેમમાં પાણીનો જથ્થો સીમિત, ખેડૂતોને પિયત માટે પાણી આપવું મુશ્કેલ

Next Article