
72 Hoorain box office collection: સંજય પુરણ સિંહ ચૌહાણની ફિલ્મ ’72 હુરે’ને લઈને ઘણી ચર્ચા થઈ રહી હતી. માનવામાં આવતું હતું કે આ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની જેમ સારો બિઝનેસ કરી શકે છે.
તમને જણાવી દઈએ તો 72 હૂરેંમા આંતકવાદ પર ખુલીને વાત કરમાં આવી છે. આતંકવાદ પર આધારિત સ્ટોરી ’72 હુરેને લઈને દાવો પણ કરવામાં આવી રહ્યો હતો કે તે બોક્સ ઓફિસ પર સારો દેખાવની સાથે તગડી કમાણી પણ કરશે ત્યારે બે દિવસ થયા બાદ પણ આ ફિલ્મને દર્શકો મળી રહ્યા નથી.
અગાઉ ફિલ્મના ટ્રેલર બાદથી જ ભારે વિવાદ થયો હતો ફિલ્મના નામને લઈને ઘણો વિવાદ થયો હતો. જોકે, એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મને પણ વિવાદનો ફાયદો મળી શકે છે.
પરંતુ આવું કશુજ બન્યું નથી. ’72 હુરેં’ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ઠંડી સાબિત થઈ રહી છે. ફિલ્મના પહેલા દિવસના આંકડાઓ જોયા પછી લાગે છે કે ’72 હુરોં’ રેસની શરૂઆત પહેલા જ રેસમાંથી બહાર થઈ ગઈ છે. ફિલ્મના વિવાદને જોઈને વિવેચકોએ અનુમાન લગાવ્યું હતું કે આ ફિલ્મ 72 લાખના આંકડાને પણ સ્પર્શી શકશે નહીં. પરંતુ ’72 હુરે’ની કમાણી આનુમાન કરતા પણ ઘણી ઓછી થઈ છે.
72 Hooren ને IMDb પર વપરાશકર્તાઓ દ્વારા 9.1 નું રેટિંગ આપવામાં આવ્યું છે અને આ રેટિંગ સરેરાશ 3,000 મતો પર આધારિત છે. 54.5% વપરાશકર્તાઓએ ફિલ્મને 10 રેટ કર્યું, 23.5% વપરાશકર્તાઓએ 9 રેટ આપ્યા છે, 18.7% વ્યૂઅર્સે 8 રેટ આપ્યા છે. આ કિસ્સામાં, ફિલ્મનું સરેરાશ IMDb રેટિંગ 9.1 છે. તે જ સમયે, તમને જણાવી દઈએ કે શરૂઆતના અહેવાલો અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 35 લાખનું કલેક્શન કર્યું છે.
આ ફિલ્મમાં પવન મલ્હોત્રા અને આમિર બસીર લીડ રોલમાં છે. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, ’72 હુરેં’એ શરૂઆતના દિવસે 35 લાખ સુધીનું કલેક્શન કર્યું છે. આ આંકડાઓને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં બોક્સ ઓફિસની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જશે. ’72 હુરેન’ના કો-પ્રોડ્યુસર અશોક પંડિતે તાજેતરમાં એક વીડિયો મેસેજ શેર કર્યો છે.
તેણે આરોપ લગાવ્યો કે બોર્ડે જુલાઈમાં રિલીઝ થતા પહેલા ફિલ્મના ટ્રેલરને સેન્સર સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે, સેન્સર બોર્ડે સત્તાવાર નિવેદન જારી કરીને પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, નિર્માતાઓએ જેએનયુના વિદ્યાર્થીઓ માટે ’72 હુરેન’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું પણ આયોજન કર્યું હતું.