Breaking News: કેરળમાં બસ ખાડીમાં પડતા 62 શ્રદ્ધાળુઓ ઘાયલ

પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે શ્રદ્ધાળુઓ સબરીમાલાના ભગવાન અયપ્પા મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા.

Breaking News: કેરળમાં બસ ખાડીમાં પડતા 62 શ્રદ્ધાળુઓ ઘાયલ
| Updated on: Mar 28, 2023 | 4:29 PM

કેરળના પથાનમથિટ્ટા જિલ્લામાં મંગળવારે તમિલનાડુથી સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જઈ રહેલી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા 62 લોકો ઘાયલ થયા હતા. પોલીસે હાલ પ્રાથમિક માહિતી આપી છે.

બપોરે 1.30 વાગ્યાની આસપાસ નિલક્કલ નજીક ઇલાવાંકલમાં બસ ખીણમાં પડી ત્યારે નવ બાળકો સહિત ઓછામાં ઓછા 64 લોકો સવાર હતા. તમામ તીર્થયાત્રીઓ તમિલનાડુના માયલાદુથુરાઈ જિલ્લાના છે.

પોલીસે જણાવ્યું હતું કે 62 યાત્રાળુઓ ઘાયલ થયા હતા, કેટલાક ગંભીર ઘાયલ થયા હતા અને તેમને પથાનમથિટ્ટા અને એરુમેલીની વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.

એક પોલીસ અધિકારીએ  જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલોને વધુ સારી સારવાર માટે ખસેડવામાં આવશે.

0આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 4:03 pm, Tue, 28 March 23