હિમાચલ પ્રદેશના કુલ્લુમાં 300 ફૂટ ખાણમાં બસ ખાબકતા 44 લોકોની મોત, ક્ષમતાથી વધુ મુસાફરો હતા સવાર

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ખાણમાં બસ ખાબકતા 44 લોકોની મોત થઈ ચૂકી છે. તો 30 જેટલા લોકો ઘાયલ થયા છે. પોલીસ અધ્યક્ષે કહ્યું કે, બંઝાર પાસે ટર્ન લેતા સમયે મુસાફરોથી ભરેલી બસ 300 ફૂટ ઉંડી ખાણમાં ખાબકી હતી. ઘટના બાદ અધિકારીઓએ કહ્યું કે, ખાનગી બસમાં તેની ક્ષમતાથી વધારે મુસાફરોને બેસાડ્યા હતા. આ પણ વાંચોઃ 5મા વિશ્વ […]

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં 300 ફૂટ ખાણમાં બસ ખાબકતા 44 લોકોની મોત, ક્ષમતાથી વધુ મુસાફરો હતા સવાર
| Updated on: Jun 21, 2019 | 5:24 AM

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ખાણમાં બસ ખાબકતા 44 લોકોની મોત થઈ ચૂકી છે. તો 30 જેટલા લોકો ઘાયલ થયા છે. પોલીસ અધ્યક્ષે કહ્યું કે, બંઝાર પાસે ટર્ન લેતા સમયે મુસાફરોથી ભરેલી બસ 300 ફૂટ ઉંડી ખાણમાં ખાબકી હતી. ઘટના બાદ અધિકારીઓએ કહ્યું કે, ખાનગી બસમાં તેની ક્ષમતાથી વધારે મુસાફરોને બેસાડ્યા હતા.

આ પણ વાંચોઃ 5મા વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે એક નહીં પણ અનેક બાબા રામદેવે સ્ટેડિયમમાં યોગ કર્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઘટના બાદ PM મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. આ સહિત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન જય રામ ઠાકુ સહિતના નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા મૃતક અને ઘાયલોના પરિવારને સહાય પણ કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એક ખાનગી ફાઉન્ડેશનના આંકડા મુજબ હિમાચલ પ્રદેશમાં 2018માં 106 રોડ અકસ્માતને રિપોર્ટ કરાયા છે. તો 2018માં 743, 2017માં 344 અને 2016માં 484 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 3:26 am, Fri, 21 June 19