એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય સુરક્ષા દળોએ 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલા બાદ અત્યાર સુધી 23 શંકાસ્પદોની અટકાયત કરી છે. જે લોકોની અટકાયત કરાઈ છે, તે તમામના સંબંધ જૈશ એ મોહમ્મદ (JEM) જેવા આતંકવાદી સંગઠનો સાથે હતો.
રાષ્ટ્રીય તપાસ એજંસી (NIA)એ અકટમાં લેવાયેલા 23 શંકાસ્પદોની રવિવારે આકરી પૂછપરછ કરી. સૂત્રોના જણાવ્યા મુજબ સલામતી દળોનો પ્રયત્ન છે કે આ શંકાસ્પદો વડે કાશ્મીરમાં મોજૂદ જૈશના સરગનાઓ સુધી પહોંચી શકાય. સલામતી દળોની નજર હાલ જૈશના કમાંડર મોહમ્મદ ઉમર પર છે કે જે પુલવામા આતંકી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક છે. મોહમ્મદ ઉમરે જ પુલવામા આતંકી હુલમાના આત્મઘાતી હુમલાખોર આદિલ અહેમદ ડારને આતંકવાદી બનવા માટે ઉશ્કેર્યો હતો.
[yop_poll id=1552]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]