સાવધાન : ગટરમાં મળ્યા કોરોના વાયરસના 108 મ્યુટન્ટ, ચાર મ્યુટન્ટ ભારતમાં પ્રથમ વાર જોવા મળ્યાં

|

Jun 11, 2021 | 4:16 PM

દેશ અને વિદેશમાં ગટરમાં રહેલા કોરોના (Corona)વાયરસના અત્યાર સુધીમાં ઘણા પુરાવા સામે આવ્યા છે.જેમાં સંશોધનમાં મહારાષ્ટ્રના પુનામાં ગટરમાંથી કોરોના (Corona) વાયરસના 108 પરિવર્તન ( Mutant)જોવા મળ્યાં છે.

સાવધાન : ગટરમાં મળ્યા કોરોના વાયરસના 108 મ્યુટન્ટ, ચાર મ્યુટન્ટ ભારતમાં પ્રથમ વાર જોવા મળ્યાં
સીવેજમાં મળ્યા કોરોના વાયરસના 108 મ્યુટન્ટ

Follow us on

દેશ અને વિદેશમાં ગટરમાં રહેલા કોરોના (Corona)વાયરસના અત્યાર સુધીમાં ઘણા પુરાવા સામે આવ્યા છે. આવા પુરાવા હૈદરાબાદ, મુંબઇની ધારાવી અને તાજેતરમાં લખનૌમાં મળી આવ્યા છે, પરંતુ ગટરમાં વાયરસના કેટલા સ્વરૂપો( Mutant) છે? આ અભ્યાસ દેશમાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. જેના પરિણામો આશ્ચર્યજનક છે.

પુનામાં ગટરમાંથી વાયરસના 108 મ્યુટન્ટ જોવા મળ્યા

જેમાં સંશોધનમાં મહારાષ્ટ્રના પુનામાં ગટરમાંથી કોરોના (Corona) વાયરસના 108 પરિવર્તન ( Mutant)જોવા મળ્યાં છે. જીનોમ સિક્વન્સીંગના આધારે દેશમાં હજી સુધી આટલા પરિવર્તનની ઓળખ થઈ નથી. જ્યારે પૂના સીએસઆઈઆરની રાષ્ટ્રીય કેમિકલ લેબોરેટરીમાં છ જુદા જુદા નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી, જ્યારે કેટલાકમાં 20 અને કેટલાકમાં 35 ( Mutant)પરિવર્તન જોવા મળ્યા હતા. અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોને ગટરના પાણીમાં ડેલ્ટા અને આલ્ફાના પ્રકારો પણ મળી આવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને અમેરિકામાં મળી આવતા વિવિધ પ્રકારો પણ મળી આવ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સંયુક્ત રીતે આ અભ્યાસ હાથ ધર્યો

નેશનલ ઈન્ડસ્ટ્રીયલ માઇક્રોર્ગેનિઝમ કલેક્શન (NCIM),પૂણે સ્થિત એકેડેમી ઓફ સાયન્ટિફિક એન્ડ ઇનોવેટિવ રિસર્ચ ( ACSIR), ગાઝિયાબાદ સ્થિત ઇકોસોન સર્વિસિસ ફાઉન્ડેશન (ESF)અને સીએસઆઈઆર-નેશનલ કેમિકલ લેબોરેટરીએ સંયુક્ત રીતે આ અભ્યાસ હાથ ધર્યો હતો, જેને મેડરેક્સિવ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરાયો હતો. .

અભ્યાસ દ્વારા પ્રારંભિક ચેતવણી

એનસીઆઈએમના ડો.મહેશ ધર્ણેએ જણાવ્યું હતું કે અમે આ અભ્યાસ ખુલ્લા કચરા પર કર્યો હતો, જેમાં ગટરમાંથી નમૂના લઇને વાયરસની તપાસ કરવામાં આવી હતી. આ સાથે તેમનું પરિવર્તન પણ જાણવા મળ્યું. જેમાં ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 સુધી હાથ ધરવામાં આવેલા આ અધ્યયનમાં કોરોના વાયરસના  108 પરિવર્તન( Mutant)મળ્યાં. જયારે છ પ્રકારના નમૂનાઓમાં 35 પ્રકારના વાયરસ જોવા મળ્યા છે.

તેમણે અધ્યયનમાં જણાવ્યું હતું કે ભારતમાં આ પહેલો અભ્યાસ છે જેણે ગટરના પાણી દ્વારા પરિવર્તન શોધી કાઢયું છે. આ સાથે આ અંગે પ્રારંભિક ચેતવણી પણ મળી રહી છે.

દેશમાં આવા પ્રકારના મ્યુટન્ટ ગટરમાંથી મળ્યાં

વૈજ્ઞાનિકોએ આવા ચાર પરિવર્તન પણ શોધ્યા છે. જેના માટે ભારતમાં હજી સુધી એક પણ સંક્રમિત દર્દી મળી આવ્યો નથી. જ્યારે અન્ય દેશોમાં આ પરિવર્તન ચોક્કસપણે મળ્યું છે. ડો.મહેશ ધર્ણેએ જણાવ્યું હતું કે ચાર પ્રકારો પણ મળી આવ્યા છે જે આજ સુધી ભારતમાં ઓળખ થઈ નથી. જેમાં S:N801,S:C480R,NSP14:C279Fઅને NSP3:L550DELતરીકે ઓળખાયા છે.

 

 

Published On - 4:10 pm, Fri, 11 June 21

Next Article