ઓડિશામાં દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોએ જીવ ગુમાવ્યા અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અંગે અધિકારીઓએ સોમવારે કહ્યું કે 101 મૃતદેહોની હજુ પણ કોઈ ઓળખ થઈ રહી નથી. પૂર્વ મધ્ય રેલવેના ડિવિઝનલ રેલ્વે મેનેજર રિંકેશ રોયે જણાવ્યું હતું કે લગભગ 200 લોકો હજુ પણ ઓડિશાની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જેઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં આશરે 200 લોકોની સારવાર ચાલી રહી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 278 લોકોમાંથી અત્યાર સુધીમાં 101 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જેઓની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી અને આ શબ લાવારિસ હાલમાં મુર્દા ઘરોમાં પડ્યા છે. બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં, ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી, જેમાં બે પેસેન્જર ટ્રેન અને એક ગુડ્સ ટ્રેનનો સમાવેશ થાય છે. આ ઘટનાએ બાલાસોરમાં ઓછામાં ઓછા 275 લોકોના જીવ લીધા અને 1100 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુ:ખદ ઘટનાની સમગ્ર ભારતમાં તેની ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય અમૃત કુલાંગેએ જણાવ્યું હતું કે, “ભુવનેશ્વરમાં રાખવામાં આવેલા કુલ 193 મૃતદેહોમાંથી 80 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. 55 મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. BMCના હેલ્પલાઈન નંબર પર 200 થી વધુ કોલ આવ્યા છે.” 1929 મૃતદેહોની ઓળખ કરીને સંબંધીઓને સોંપવામાં આવી રહી છે.’
આ અકસ્માત ત્યારે થયો જ્યારે શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સ્થિર માલ ગાડી સાથે અથડાઈ, જેના કારણે અનેક ડબ્બા નજીકના ટ્રેક પર પાટા પરથી ઉતરી ગયા. ત્યારપછી, હાવડા એક્સપ્રેસ, યશવંતપુરથી હાવડા જતી હતી, તે ગતી પર હોવાથી તે પણ જબરદસ્ત રીતે અસરગ્રસ્ત કોચ સાથે અથડાઈ હતી, પરિણામે તે પણ પાટા પરથી ઉતરી ગઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગ્રાઉન્ડ ઝીરોથી બાલાસોર અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોને પણ મળ્યા હતા. ક્રેશ સાઇટ માટે દિલ્હી જતા પહેલા પીએમ મોદીએ તેના પર એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.
દુર્ઘટનાના લગભગ 51 કલાકમાં જ રવિવાર રાતથી જ રૂટ પર ટ્રેનોનું સંચાલન પણ શરૂ થઈ ગયું છે. અપ અને ડાઉન બંને લાઇન ફિક્સ કરવામાં આવી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે ત્રણ દિવસથી ઘટનાસ્થળ પર હાજર છે અને બચાવ કાર્ય પર નજીકથી નજર રાખી રહ્યા છે.