જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) મંગળવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસે કહ્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના (Jaish-e-Mohammed) ‘ઓવરગ્રાઉન્ડ વર્કર’ (Overground Workers) તરીકે કામ કરતા કુલ દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના (Jammu Kashmir Police) એક અધિકારીએ જણાવ્યું કે રાજ્ય તપાસ એજન્સીએ (State Investigation Agency) જૈશ માટે કામ કરતા 10 લોકોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, તપાસ એજન્સીના અધિકારીઓએ કાશ્મીરના દક્ષિણ અને મધ્ય જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ રાતોરાત દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આ 10 ધરપકડ કરવામાં આવી હતી.
Recently constituted State Investigation Agency (SIA ) with the mandate to investigate crimes connected with terrorism and secessionism, conducted overnight raids at ten different locations in various districts of south & central Kashmir: J&K Police
— ANI (@ANI) February 16, 2022
જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, “આતંકવાદ અને અલગતાવાદથી સંબંધિત ગુનાઓની તપાસ કરવા માટે તાજેતરમાં રચાયેલી સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ દક્ષિણ અને મધ્ય કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાં 10 અલગ-અલગ સ્થળોએ મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. આ દરોડા મુખ્યત્વે જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક પર કેન્દ્રિત હતા. OGW મોડ્યુલનો ભાગ હતા અને જૈશ આતંકવાદી કમાન્ડરો પાસેથી સૂચનાઓ લેતા હતા તેવા 10 ઓળખાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે, આ મોડ્યુલ યુવાનોની ભરતી કરવા, ભંડોળની વ્યવસ્થા કરવા, દક્ષિણ અને મધ્ય કાશ્મીરમાં હથિયારોની હેરફેર કરવા ઉપરાંત અન્ય સહાય પૂરી પાડવા માટે સક્રિય હતું. તાજેતરમાં SIAની રચના કરવામાં આવી હતી. આ એજન્સીને આતંકવાદ અને અલગતાવાદ સંબંધિત ગુનાઓની તપાસ કરવાની સંપૂર્ણ સત્તા છે. અધિકારીઓએ જણાવ્યું કે, SIA દ્વારા કરાયેલા દરોડા દરમિયાન પ્રતિબંધિત આતંકી જૂથના ‘સ્લીપર સેલ’ તરીકે કામ કરતા 10 લોકોની ઓળખ કરવામાં આવી હતી. બંને પક્ષોને એકબીજાની ગતિવિધિઓની કોઈ જાણકારી ન હતી. આ કામદારો જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કમાન્ડરો પાસેથી સૂચનાઓ લઈ રહ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ધરપકડ કરાયેલા લોકો દક્ષિણ અને મધ્ય કાશ્મીરમાં યુવાનોની ભરતી કરવા, નાણાંની વ્યવસ્થા કરવા અને હથિયારોના પરિવહનમાં સક્રિય હતા. ઉપરાંત અન્ય લોજિસ્ટિકલ સપોર્ટ પૂરા પાડવામાં આવ્યા હતા,” એક અધિકારીએ જણાવ્યું હતું. તપાસ દરમિયાન, તપાસ એજન્સીએ સેલ ફોન, સિમ કાર્ડ, બેંકિંગ ચેનલોનો ઉપયોગ દર્શાવતા રેકોર્ડ્સ અને એક ડમી પિસ્તોલ પણ જપ્ત કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા લોકોમાં એક વ્યક્તિ પણ સામેલ છે જેના ઘરે 4 એપ્રિલ 2020ના રોજ ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ પણ વાંચો: શું રશિયા હેકિંગ દ્વારા યુક્રેન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે ? અહેવાલમાં થયો ખુલાસો
Published On - 2:46 pm, Wed, 16 February 22