Jammu Kashmir: બડગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર મરાયો

જમ્મુ -કાશ્મીરના બડગામના મોચવા વિસ્તારમાં આતંકીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર, 1 આતંકી ઠાર

Jammu Kashmir: બડગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર મરાયો
Clashes between security forces and militants in Budgam, 1 militant killed (Impact Picture)
| Updated on: Aug 07, 2021 | 7:06 AM

જમ્મુ -કાશ્મીર(Jammu Kashmir)ના બડગામ (Badgam)ના મોચવા વિસ્તારમાં આતંકીઓ (Terrorist) સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર (Encounter) ચાલી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા દળો કાર્ય કામગીરીમાં વ્યસ્ત છે. કાશ્મીર ઝોન પોલીસ (kashmir Police)ના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. એક એકે 47 રાઇફલ અને એક પિસ્તોલ મળી આવી છે.

જમ્મુ અને કાશ્મીરના બડગામના મોચવા વિસ્તારમાં શનિવારે સવારે એન્કાઉન્ટરમાં એક અજાણ્યા આતંકવાદીને પોલીસ અને સુરક્ષા દળોએ ઠાર કર્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે આતંકી પાસેથી એકે 47 રાઇફલ અને એક પિસ્તોલ મળી આવી છે. હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીર એક અજાણ્યો આતંકવાદી માર્યો ગયો. એક એકે 47 રાઇફલ અને એક પિસ્તોલ મળી આવી હતી. શોધ ચાલુ છે.

 

 

Published On - 6:53 am, Sat, 7 August 21