Weather Update: આગામી 24 થી 48 કલાકમાં મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ગુજરાત સહિત દેશના મૌસમનો હાલ

|

Sep 08, 2021 | 8:40 AM

આજે ગુજરાત અને પશ્ચિમ મધ્યપ્રદેશની આસપાસ અને ગુરુવાર સુધી ગુજરાત, પશ્ચિમી રાજસ્થાન આસપાસ ચોમાસુ જામવાની શક્યતાઓ છે.

Weather Update: આગામી 24 થી 48 કલાકમાં મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ગુજરાત સહિત દેશના મૌસમનો હાલ
Weather Update

Follow us on

Weather Update: હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી બહાર પાડી છે. તેમના મતે રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંતરિક મહારાષ્ટ્ર (Maharashtra), દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા, ઉત્તર આંધ્રપ્રદેશ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર ચોમાસું રચાઈ રહ્યું છે, જેના કારણે આ રાજ્યોમાં વરસાદની સંભાવના છે.

બીજી બાજુ, મુંબઈ (Mumbai) માં સપ્ટેમ્બર મહિનાની સારી શરૂઆત થઈ છે, જ્યાં શહેરમાં મહિનાના પહેલા સપ્તાહમાં 230 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી હળવો વરસાદ પડી રહ્યો છે, ત્યારે એવું લાગે છે કે મુંબઈ શહેરમાં આગામી 24-48 કલાકમાં ભારે વરસાદ પડશે.

આ આગામી વરસાદ સારી રીતે રચાયેલા લો પ્રેશર વિસ્તારને આભારી છે જે હાલમાં મહારાષ્ટ્ર વિસ્તારમાં છે. તેના કારણે, અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોએ કોંકણ કિનારે વરસાદને સક્રિય કર્યો છે અને દક્ષિણ કોંકણ પ્રદેશમાં પહેલાથી જ ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો

પાણીનો ભરાવો અને ટ્રાફિક અવ્યવસ્થા થઈ શકે

હવે સ્કાયમેટ વેધરના હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, ભારે વરસાદનો પટ્ટો દક્ષિણથી ઉત્તર કોંકણ પ્રદેશમાં તબદીલ થશે. આથી, મુંબઈમાં આજ રાતથી આવતીકાલ સાંજ સુધી ભારે વરસાદની સંભાવના છે. આ વરસાદની ગતિવિધિઓ વધુ તીવ્ર બને તેવી અપેક્ષા છે પાણી ભરાવા, ટ્રાફિક સમસ્યાઓ તેમજ જન જીવનને ઘણું જ અસર કરી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે એટલે કે આજે ગુજરાત અને પશ્ચિમ મધ્યપ્રદેશની આસપાસ અને ગુરુવાર સુધી ગુજરાત, પશ્ચિમી રાજસ્થાન આસપાસ ચોમાસુ જામવાની શક્યતાઓ છે.

ઓડિશાના ઘણા ભાગોમાં ભારે વરસાદ

બંગાળની ખાડી પર અન્ય લો પ્રેશર એરિયાની રચના પહેલા, ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે જણાવ્યું હતું કે ઓડિશાના ઘણા ભાગોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની પ્રવૃત્તિ જોવા મળી શકે છે.

દક્ષિણ પશ્ચિમ મોનસુન ઓડિશામાં સક્રિય છે અને ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને નજીકના દક્ષિણ ઓડિશા પર ઓછા દબાણનો વિસ્તાર દક્ષિણ છત્તીસગઢ અને નજીકના દક્ષિણ ઓડિશા પર છે. IMD એ તેના લેટેસ્ટ બુલેટિનમાં જણાવ્યું છે કે 11 સપ્ટેમ્બર, 2021ની આસપાસ ઉત્તર અને તેની નજીકના મધ્ય બંગાળની ખાડી ઉપર લો પ્રેશર એરિયા બનવાની સંભાવના છે.

આ પણ વાંચો: Gandhinagar : મુખ્યમંત્રીનાં હસ્તે ‘કોરોના મહામારી સામે મુકાબલો’ પુસ્તિકાનું વિમોચન, સૌથી નાની વયે પાઈલોટ બનનાર ઓલપાડની દીકરીને પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : ઇંધણના ભાવમાં આજે વધારો ન કરાયો , જાણો 1 લીટર પેટ્રોલ – ડીઝલ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

Next Article