અવારનવાર આપણે બાળકો, વૃદ્ધો અને અપંગો માટે ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હોવાના સમાચારો જોઈએ અને વાંચીએ છીએ, પરંતુ આ વખતે વાઘને રસ્તો ઓળંગવા દેવા માટે ટ્રાફિક રોકવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રાફિક પોલીસના (traffic police) જવાને બંને તરફ વાહનો રોક્યા અને વાઘને રસ્તો ક્રોસ કરાવ્યો. આ વીડિયોમાં એક પોલીસકર્મી લોકોને શાંત રહેવા અને વાઘને કોઈપણ રીતે ડરાવવાની કોશીશ ન કરવા અપીલ કરતો જોવા મળી રહ્યો છે.
ANI અનુસાર, આ વીડિયો IFS ઓફિસર પરવીન કસ્વાંને શેર કર્યો છે. વીડિયો શેર કરતાં તેણે પોલીસ અધિકારીઓ અને જનતાની પ્રશંસા કરી. તેમણે લખ્યું કે વાઘ માટે માત્ર ગ્રીન સિગ્નલ છે. IFS અધિકારી આ વીડિયોના લોકેશન વિશે ચોક્કસ નહોતા, પરંતુ કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે તેને મહારાષ્ટ્રમાં શૂટ કરવામાં આવ્યો હતો.
Green signal only for tiger. These beautiful people. Unknown location. pic.twitter.com/437xG9wuom
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 22, 2022
આવા સંજોગોમાં જ્યારે વન્ય પ્રાણીઓને કારણે માર્ગ અકસ્માતો વધી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસના જવાને રસ્તાની બંને બાજુએ મુસાફરોને રોકીને વાઘને કેવી રીતે રોડ ક્રોસ કરાવ્યો તે જોઈને આનંદ થાય છે. વાયરલ વીડિયોમાં ટ્રાફિક પોલીસ રોડની બંને બાજુથી આવતા વાહનોને રોકી રહી છે અને વાઘ રોડ ક્રોસ કરવા માંગતો હોવાથી તેમને શાંત રહેવા માટે કહી રહી છે. વાઘને જોતા જ લોકો પોતાના વાહનોમાંથી બહાર નીકળી ગયા અને વીડિયો બનાવવા લાગ્યા. આ વીડિયોમાં એક પોલીસકર્મી લોકોને ચૂપ રહેવાની અને જાનવરને કોઈપણ રીતે ડરાવવાના પ્રયત્નો ન કરવાની અપીલ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોની એક સારી વાત એ છે કે વાઘ ખૂબ જ શાંત દેખાઈ રહ્યો છે અને ડ્રાઈવરો પણ તેના જંગલમાં પાછા ફરવાની ધીરજથી રાહ જોઈ રહ્યા છે.
આ વીડિયો IFS ઓફિસર પરવીન કસ્વાંને શેર કર્યો છે. વીડિયો શેર કરતાં તેમણે પોલીસ અધિકારીઓ અને જનતાની પ્રશંસા કરી. IFS અધિકારીઓ આ વીડિયોના લોકેશન વિશે ચોક્કસ નહોતા, પરંતુ કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે તેને મહારાષ્ટ્રમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 1,42,000 વખત જોવામાં આવ્યો છે. ક્લિપ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા ખુશ થયા અને તેના પર કોમેન્ટ પણ કરી. એક યુઝરે લખ્યું કે એકદમ દુર્લભ પરિસ્થિતિ, શું આ વાઘે માનવ હાજરી સ્વીકારી લીધી છે કે પછી તે ભૂખ્યો નહોતો?