સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો દાવો ખોટો! શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું – વીર સાવરકરે ક્યારેય નથી માગી અંગ્રેજોની માફી

|

Oct 13, 2021 | 8:28 PM

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જેલમાં સજા ભોગવતી વખતે એક અલગ રણનીતિ અપનાવવામાં આવે છે, કદાચ સાવરકરે પણ આવી વ્યૂહરચના અપનાવેલી હોય શકે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો દાવો ખોટો! શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું - વીર સાવરકરે ક્યારેય નથી માગી અંગ્રેજોની માફી
શિવસેના નેતા સંજય રાઉત (ફાઇલ ફોટો)

Follow us on

શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) બુધવારે કહ્યું હતું કે વીર સાવરકરે (Veer Sawarkar) ક્યારેય અંગ્રેજોની (Britishers) માફી માગી નથી. એક દિવસ પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) દાવો કર્યો હતો કે સ્વાતંત્ર્ય સેનાની સાવરકરે મહાત્મા ગાંધીની વિનંતી પર અંગ્રેજોને દયા અરજી લખી હતી.

 

પૂણેમાં મીડિયા સાથે વાત કરતા રાઉતે જણાવ્યું હતું કે જે 10 વર્ષથી વધુ સમય જેલમાં રહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ જેલમાં રહેવાને બદલે બહાર આવીને કંઈક કરી શકે છે એવું વિચારીને તેમની વ્યૂહરચના ઘડતા હતા. તેમણે કહ્યું કે જેલમાં સજા ભોગવતી વખતે એક અલગ રણનીતિ અપનાવવામાં આવે છે. રાઉતે કહ્યું, જો સાવરકરે આવી વ્યૂહરચના અપનાવી હોય તો તેને માફી માંગી એમ ન કહી શકાય. બની શકે સાવરકરે આવી વ્યૂહરચના અપનાવી હશે. સાવરકરે ક્યારેય અંગ્રેજોની માફી માંગી નથી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

રાઉતે સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી છે

રાઉતે અનેક પ્રસંગોએ વીડી સાવરકરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે હિન્દુત્વના વડા સાવરકર હંમેશા તેમની પાર્ટી માટે રોલ મોડલ રહ્યા છે. સાવરકર વિશે રાજનાથ સિંહના નિવેદન વિશે પૂછવામાં આવતા રાઉતે કહ્યું હતું કે તેમને આની જાણકારી નથી.

 

સાવરકર પર ફાસીવાદી હોવાનો ખોટો આરોપ હતો: રાજનાથ સિંહ

રાજનાથ સિંહે મંગળવારે વીર સાવરકરને કટ્ટર રાષ્ટ્રવાદી અને 20મી સદીમાં ભારતના પ્રથમ લશ્કરી વ્યૂહરચનાકાર ગણાવતા કહ્યું કે તેમણે મહાત્મા ગાંધીની વિનંતી પર અંગ્રેજોને દયા અરજીઓ લખી હતી અને માર્ક્સવાદી અને લેનિનવાદી વિચારધારાના લોકો દ્વારા તેમના પર ફાસીવાદી હોવાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો.

 

1910ના દાયકામાં આંદામાનમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સાવરકરની દયા અરજીઓ અંગેના વિવાદનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું, તે એક કેદીનો અધિકાર હતો. ગાંધીજીએ તેમને આવું કરવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં જ્યારથી ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તુટ્યુ છે. ત્યારથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમ રહે છે. આરોપો અને પ્રત્યારોપો પણ થતાં રહે છે. મહારાષ્ટ્ર સરકાર ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો ચુકતી નથી.

 

આ પણ વાંચો :  Aryankhan Cruise Drugs Case: આર્યનખાનને ના મળ્યા જામીન, આવતીકાલ 14મી ઓક્ટોબરે કરાશે જામીન અંગેનો આખરી નિર્ણય

 

Next Article