મુંબઈના ભાંડુપની ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ, નવ દર્દીના મોત

|

Mar 26, 2021 | 11:02 AM

મુંબઈના ભાંડુપ ( bhandup ) વિસ્તારમાં વહેલી સવારે ખાનગી કોવિડ હોસ્પિટલમાં ( Covid Hospital ) આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગની આ ઘટનામાં હોસ્પિટલમાં દાખલ એવા નવ દર્દીઓના મોત નિપજ્યા હતા. આગને કારણે મૃત્યુ પામનારા દર્દીનો આંકડો વધીને નવનો થયો છે.

મહારાષ્ટ્રના મુંબઈમાં (mumbai ) કોવિડ હોસ્પિટલમાં covid Hospital આગ ( fire ) લાગતા નવ દર્દીઓના મોત નિપજ્યા છે. મુંબઈના ભાંડુપ ( bhandup ) વિસ્તારમાં વહેલી સવારે ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગની આ ઘટનામાં હોસ્પિટલમાં દાખલ એવા બે દર્દીઓના મોત નિપજ્યા હોવાના સમાચાર સાંપડ્યા હતા. જો કે આજે સવારે દર્દીનો મૃત્યુઆક વધીને નવનો થયો હોવાનું કહેવાય છે. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની કુલ 22 ગાડી ઘટના સ્થળે પહોચીને આગને કાબુમા લેવા પ્રયાસ કર્યો હતો.

પોલીસ અધિકારીના કહેવા મુજબ આગને નિયંત્રણમાં લેવા માટ ફાયર બ્રિગેડની કુલ 22 વાહનો સાથે ફાયર બ્રિગેડના જવાનો ત્વરીત હોસ્પિટલ પહોચ્યા હતા. ખાનગી હોસ્પિટલ મોલની ઉપર ત્રીજા માળે આવેલ છે. ખાનગી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત થયેલા કુલ 76 દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતા. પહેલા મોલની ઉપરના પ્રથમ માળે આગ લાગી હતી. જે ધીમે ધીમે કરીને ત્રીજા માળે આવેલ ખાનગી હોસ્પિટલ સુધી પ્રસરી હતી.

આગની આ દુખદ ઘટના અંગે મુંબઈના મેયર કિશોરી પેડનકરે જણાવ્યુ કે, મે પહેલીવાર જોયુ છે કે કોઈ મોલની ઉપર હોસ્પિટલ હોય. આ બહુ ગંભીર બાબત કહેવાય. ખાનગી હોસ્પિટલમાં સાત દર્દીઓ વેન્ટીલેટર ઉપર સારવાર લઈ રહ્યાં હતા. આ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 70 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગનું કારણ શુ તેની તપાસ થઈ રહી છે. સાથોસાથ આ હોસ્પિટલની કોઈ બેદરકારી છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરાશે.

 

 

 

Published On - 8:28 am, Fri, 26 March 21

Next Video