
Tarak Mehta Show : દર્શકોનો ફેવરિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાક સમયથી ખોટા કારણોસર ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી કલાકારો દ્વારા શોના મેકર્સ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. હવે મુંબઈ પોલીસે શોના મેકર્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. શોના નિર્માતા અસિત મોદી, ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 509 હેઠળ FIR નોંધવામાં આવી છે. શોની કાસ્ટમાં માત્ર એક અભિનેત્રીએ જ જાતીય સતામણી અંગે ફરિયાદ નોંધાવી છે. અહેવાલો અનુસાર શોની એક અભિનેત્રીએ અસિત મોદી, સોહેલ રામાણી અને જતિન બજાજ પર કાર્યસ્થળ પર Harassmentનો આરોપ લગાવ્યો હતો. પોલીસે અભિનેત્રીનું નિવેદન પણ નોંધ્યું હતું. હવે પોલીસે એફઆઈઆર પણ નોંધી છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
અહેવાલો અનુસાર અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, શોના નિર્માતા અસિત મોદીએ શો દરમિયાન પહેલા તેની છેડતી કરી હતી. પરંતુ તેણી ચૂપ રહી કારણ કે તેને ડર હતો કે તેને કાઢી મૂકવામાં આવશે. પરંતુ જ્યારે વાત ઘણી આગળ વધી ત્યારે અભિનેત્રીએ મેકર્સ સામે ફરિયાદ નોંધાવી અને અનેક આરોપો લગાવ્યા.
તમને જણાવી દઈએ કે, તારક મહેતા શો સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા બાદ ઘણા લોકોએ શો છોડી દીધો હતો અને મેકર્સ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો હતો. તેમાં તારક મહેતાની ભૂમિકા ભજવનારા શૈલેષ લોઢા, શ્રીમતી સોઢીની ભૂમિકા ભજવનારા જેનિફર મિસ્ત્રી બંસીવાલા અને બાવરીની ભૂમિકા ભજવનારી મોનિકા ભદોરિયાના નામનો સમાવેશ થાય છે. પરંતુ અસિત મોદીએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. હવે આ મામલો આગળ શું વળાંક લેશે તે જોવું રસપ્રદ રહેશે.
Published On - 10:15 am, Tue, 20 June 23