મુંબઈમાં આજે હજારો ખેડુતોનો હલ્લાબોલ, શરદ પવાર અને આદિત્ય ઠાકરે પણ કૃષિ કાયદા વિરુદ્ધ રેલીમાં જોડાશે

|

Jan 25, 2021 | 12:15 PM

કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર ખેડુતોનું આંદોલન હવે આખા દેશમાં ફેલાય રહ્યું છે.

કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર ખેડુતોનું આંદોલન હવે આખા દેશમાં ફેલાય રહ્યું છે. દિલ્હી બાદ હવે મહારાષ્ટ્રમાં ખેડૂતોની મોટી ટુકડી હલ્લાબોલ કરવા તૈયાર છે. મહારાષ્ટ્રના ખેડુતો આ કાયદાઓ સામે ખુલ્લેઆમ બહાર આવ્યા છે. અહીંની સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોની આ રેલીને શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનો ટેકો મળ્યો છે. એનસીપી નેતા શરદ પવાર અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે પણ રેલીમાં પહોંચશે અને સંબોધન કરશે.

180 કિ.મી. લાંબી રેલી કાઢીને હજારો ખડુતો નાસીકથી મુંબઈ પહોચ્યા છે. મહારાષ્ટ્રના 21 જિલ્લાનાં ખેડુતો મુંબઈના આઝાદ મેદાનમાં ધરણા પર બેઠા છે.

 

Next Video