મહારાષ્ટ્રના વિકાસની ગતિ ઝડપી થશે, તમામ અટકેલા પ્રોજેક્ટ શરૂ થશે, જાણો એકનાથ શિંદેએ મુંબઈ જતા પહેલા બીજુ શું કહ્યું

|

Jul 01, 2022 | 6:39 PM

સીએમ શિંદેએ (CM Shinde) કહ્યું, આજે મારી વિધાયક દળ સાથે બેઠક છે. હું મુંબઈ જાઉં છું. બાકીના ધારાસભ્યો આવતીકાલે મુંબઈ પહોંચશે. 3જી અને 4થી તારીખે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના વિકાસની ગતિ ઝડપી થશે, તમામ અટકેલા પ્રોજેક્ટ શરૂ થશે, જાણો એકનાથ શિંદેએ મુંબઈ જતા પહેલા બીજુ શું કહ્યું
Eknath Shinde (File Image)

Follow us on

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde CM Maharashtra) આજે (1 જુલાઈ, શુક્રવાર) ગોવાથી મુંબઈ જવા રવાના થયા. તેઓ સાંજે 5 વાગ્યે મંત્રાલયમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની બેઠકમાં ભાગ લેવાના છે. આ બેઠકમાં ભાગ લેવા માટે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis BJP) બીજેપી મંત્રાલય પહોંચ્યા છે. આ પહેલા ફડણવીસે મુખ્ય સચિવ સાથે બેઠક કરી હતી. એકનાથ શિંદેએ મુંબઈ રવાના થતા પહેલા ગોવામાં પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં ઝડપી ગતિએ વિકાસ કાર્યો કરશે.

તેમણે કહ્યું, ‘આજે મારી ધારાસભ્ય દળ સાથે બેઠક થઈ છે. હું મુંબઈ જાઉં છું. મુંબઈમાં વરસાદે જોર પકડ્યું છે. મેં મુંબઈ મહાનગરપાલિકાના (Mumbai Municipal Corporation) કમિશનર સાથે વાત કરી છે. મેં સમસ્યાનો સામનો કરવા માટે જરૂરી સૂચનાઓ આપી છે. બાકીના ધારાસભ્યો આવતીકાલે મુંબઈ પહોંચશે. 3 અને 4 તારીખના રોજ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. તમે જાણો છો કે અમારી પાસે 120 અને 50 એટલે કે 170 ધારાસભ્યોનું સમર્થન છે. કોઈ સમસ્યા રહેશે નહીં.

એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે, હું અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ખેડૂતોની આત્મહત્યાની સમસ્યાને વહેલી તકે ઉકેલવાનો પ્રયાસ કરીશું. મહારાષ્ટ્રની વધુને વધુ જમીનને સિંચાઈ કરી શકાય અને ખેડૂતોને તેનો લાભ મળી શકે આ માટે ફરી એકવાર જળયુક્ત શિવાર કાર્યક્રમને વેગ આપવામાં આવશે. ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે જે પણ શક્ય હશે તે કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે દાવો કર્યો કે શિંદે-ફડણવીસ સરકાર 2024 સુધી ટકી શકશે નહીં

આ દરમિયાન એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે દાવો કર્યો છે કે આ સરકાર 2024 સુધી નહીં ચાલે. આ પહેલા જ ચૂંટણી યોજવાની ફરજ પડશે. તેમનો સંદર્ભ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવેલા ફડણવીસની નારાજગી તરફનો હતો. આ દરમિયાન ભાજપના મુંબઈ કાર્યાલય ખાતે વિજયની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને વિધાન પરિષદમાં વિપક્ષી નેતા પ્રવિણ દરેકર આ ઉજવણીમાં હાજર ન હતા.

પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે ભાજપમાં કોઈ મતભેદ નથી

પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ભાજપમાં નારાજગીના સમાચારને સાવ ખોટા ગણાવ્યા છે. ચંદ્રકાંત પાટીલે કહ્યું કે ઈર્ષ્યા અને અન્ય કારણોસર આવા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. જ્યારે પત્રકારો દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે ભાજપમાં કોઈ નેતા કાર્યકર ગુસ્સે થતો નથી. અહીં વ્યક્તિગત હિત કરતાં રાષ્ટ્રીય હિત અને મહારાષ્ટ્રનું હિત વધુ મહત્વનું છે.

રાજ ઠાકરેએ પત્ર મોકલીને ફડણવીસના વખાણ કર્યા

આ દરમિયાન રાજ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતો પત્ર લખ્યો છે. તેણે પોતાના પત્રમાં લખ્યું છે કે, આ બદલાવ ઉતાર તરફ પર છે કે ચડાવ તરફ, હું આ ચર્ચામાં પડવા માંગતો નથી. પણ જ્યારે ધનુષમાંથી તીર છોડવાનું હોય ત્યારે દોરાને પાછળની તરફ ખેંચવો પડે છે. આગળ વધવા માટે પાછું આવવું પડે છે. તેને પાછું ખેંચવું ન કહો. પક્ષનો આદેશ મોટો, પોતાની મહત્વાકાંક્ષા નાની. તમે આ કરી બતાવ્યું છે. દેશના ભલા માટે કામ કરવાની તમને વધુ તક મળે.

Next Article