Sharad Pawar Resignation: મોટી ભૂમિકાની તૈયારી કરી રહી છે સુપ્રિયા સુલે, શરદ પવારના રાજીનામા બાદ મળી શકે છે પાર્ટીની કમાન!

શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. એવું માનવામાં આવે છે કે પવારનો રાજકીય વારસો તેમની પુત્રી સુપ્રિયા સુલેને સોંપવામાં આવી શકે છે. સુપ્રિયા પહેલાથી જ પાર્ટીના મહત્વના નિર્ણયોમાં મોટી ભૂમિકા નિભાવી રહી છે.

Sharad Pawar Resignation: મોટી ભૂમિકાની તૈયારી કરી રહી છે સુપ્રિયા સુલે, શરદ પવારના રાજીનામા બાદ મળી શકે છે પાર્ટીની કમાન!
Supriya Sule
| Edited By: | Updated on: May 03, 2023 | 9:46 AM

NCP પ્રમુખ શરદ પવારના રાજીનામાની જાહેરાત સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમના અનુગામી કોણ હશે તે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે શરદ પવાર તેમનો રાજકીય વારસો તેમની પુત્રી સુપ્રિયા સુલેને સોંપી શકે છે. બારામતીથી ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા સુપ્રિયા વિશે એવું માનવામાં આવે છે કે તે રાષ્ટ્રીય રાજનીતિમાં પણ મોટી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

પવારની જાહેરાતની સાથે જ સુપ્રિયા સુલે પણ પાર્ટીમાં ખૂબ સક્રિય થઈ ગઈ છે. તે જ સમયે,એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના પિતરાઈ ભાઈ અજિત પવાર ધીમે ધીમે હાંસિયા પર આવી ગયા છે. જોકે સુપ્રિયા સુલેએ હાલમાં પાર્ટીના વડા શરદ પવારને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. આમ છતાં રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે. આનું પણ એક કારણ છે. હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં, સુપ્રિયા સુલે જે રીતે શરદ પવારના છત્રછાયા તળે છે અને પાર્ટીમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળવાનું શરૂ કર્યું છે.તે જોતા કમાન તેમના હાથમાં આવે તેવી સંભાવના વધારે છે.

આ પણ વાંચો :Sharad Pawar: શા માટે શરદ પવાર નિર્ણય પર પુનર્વિચાર કરવા થયા સહમત? અજિત પવારને લઈને આ છે નવો પાવર પ્લે

એવું માનવામાં આવે છે કે આ તમામ કવાયત તેમની તાજપોશિ માટે પહેલેથી જ કરવામાં આવી રહી હતી. પાર્ટી વતી તે સતત શિંદે સરકાર પર પ્રહાર કરી રહી હતી અને કેન્દ્ર સરકારને જવાબ પણ આપી રહી હતી. પવારે પોતે બે વર્ષ પહેલાં એક મરાઠી અખબારને આપેલી મુલાકાતમાં સ્વીકાર્યું હતું કે સુપ્રિયા સુલે હવે પાર્ટીમાં મોટી ભૂમિકા માટે તૈયાર છે. સર્વશ્રેષ્ઠ સંસદસભ્યનો ખિતાબ જીતી ચૂકેલી સુપ્રિયાને રાષ્ટ્રીય રાજનીતિ અને પાર્ટીના કામમાં રસ છે.

બીજી તરફ વર્તમાન પરિસ્થિતિને જોતા પાર્ટીના નેતાઓએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે અજિત પવાર સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ ઉભો થાય તે પહેલા શરદ પવારે હવે જવાબદારી નક્કી કરવી જોઈએ.પાર્ટી નેતાઓના જણાવ્યા અનુસાર એનસીપીના વડાએ ત્રણ સભ્યોને પ્રમોટ કર્યા હતા. યુવા નેતાઓ જેમાં પુત્રી સુપ્રિયા સુલે, ભત્રીજા અજિત પવાર અને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલનો સમાવેશ થાય છે. પરંતુ આ સમયે દ્વિધાભરી સ્થિતિમાં પક્ષનો તાજ કોના માથે શોભશે?