Mumbai Rain: મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ, ભારે વરસાદ વચ્ચે પાણી ભરાતા જન જીવન ખોરવાયું, જુઓ VIDEO

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે સ્થિતિ એટલી ગંભિર બની છે રાયગઢ અને રત્નાગિરીમાં ઓરેન્જ અલર્ટ તો પાલઘર, મુંબઈ, થાણા અને સિંધુદુર્ગમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ ઘરોના સામાન પણ ખેચી લાવ્યું છે

Mumbai Rain: મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ, ભારે વરસાદ વચ્ચે પાણી ભરાતા જન જીવન ખોરવાયું, જુઓ VIDEO
Situation due to water logging in Mumbai
| Edited By: | Updated on: Jun 26, 2023 | 9:31 AM

Mumbai: મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત સાથે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પ્રથમ વરસાદમાં મુંબઈમાં પાણી ભરાતા જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક જગ્યાઓ પર કમર સુધી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ દરમિયાન મહારાષ્ટ્ર્ના સીએમ એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે બનાવવામાં આવેલી નવી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. ત્યારે તેના પર વિપક્ષી પાર્ટીઓએ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું અને તેમણે કહ્યું કે પહેલા જ વરસાદમાં ચોમાસાની તૈયારી અંગેનો મુખ્યમંત્રીનો દાવો નિષ્ફળ ગયો.

મુંબઈમાં પાણી જ પાણી

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે સ્થિતિ એટલી ગંભિર બની છે રાયગઢ અને રત્નાગિરીમાં ઓરેન્જ અલર્ટ તો પાલઘર, મુંબઈ, થાણા અને સિંધુદુર્ગમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ ઘરોના સામાન પણ ખેંચી લાવ્યું છે, ત્યારે અંધેરી સબવે પાસે એક નાળામાંથી ફ્રીજ, કબાટ અને અન્ય વસ્તુઓ મળી આવી છે. BMCના અધિકારીઓએ ઉપરોક્ત બાબતની જાણકારી આપી હતી. કર્મચારીઓએ અંધેરી સબવેને બંધ કરી દીધો અને પંપની મદદથી એકઠા થયેલા પાણીને બહાર કાઢ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.

(ટ્વિટ ક્રેડિટ- ટ્વિટર)

રસ્તાઓ પર પાણી ભરાયા, ટ્રાફિક પર અસર

મુંબઈની કોલાબા ઓબ્ઝર્વેટરીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે છેલ્લા 24 કલાકમાં 86 મીમી વરસાદ નોંધાયો છે. મુખ્યમંત્રી શિંદેએ અધિકારીઓ પાસેથી જળ ભરાઈ જેવી સ્થિતિનો સામનો કરવા મિલન સબવે નજીક બનેલી ભૂગર્ભ પાણીની ટાંકીના કામો વિશે માહિતી લીધી. તેમણે કહ્યું કે આ સિસ્ટમ સારી રીતે કામ કરી રહી છે. કોંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડના જણાવ્યા અનુસાર, શિંદે સરકારના ચોમાસાની તૈયારીના દાવા પહેલા જ વરસાદમાં ચકનાચૂર થઈ ગયા.

(ટ્વિટ ક્રેડિટ- ટ્વિટર)

ઘાટકોપરમાં મકાન ધરાશાયી થયું

જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ જારી રહેશે. હાલમાં શહેરમાં 9 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. મુંબઈનું લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. મુંબઈના ઘાટકોપરમાં વરસાદને કારણે ત્રણ માળના મકાનનો પહેલો માળ જમીનમાં ધસી ગયો હતો. જેના કારણે તેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ટીમને બોલાવવી પડી હતી. મુંબઈના વિલે પાર્લેમાં એક ઈમારતની બાલ્કની ધરાશાયી થતાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે.મુંબઈના ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રાફિકને પણ અસર થઈ છે.