Maharashtra Politics : ચૂંટણીચિહ્નનના વિવાદ સામે શિવસેના મેદાને, ચૂંટણીપંચના નિર્ણયને સુપ્રીમકોર્ટમાં પડકારશે

શિવસેનાના (Shivsena) ઉદ્ધવ ઠાકરે જૂથનું કહેવું છે કે પાર્ટી સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તે બધા પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે. સુપ્રીમ કોર્ટનો (Supreme Court) નિર્ણય હજુ બાકી છે. શિવસેનાએ પંચની આ નોટિસ સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે.

Maharashtra Politics : ચૂંટણીચિહ્નનના વિવાદ સામે શિવસેના મેદાને, ચૂંટણીપંચના નિર્ણયને સુપ્રીમકોર્ટમાં પડકારશે
Uddhav Thackrey & CM Eknath Shinde (File Image)
| Edited By: | Updated on: Jul 25, 2022 | 11:43 AM

શિવસેનામાંથી ધારાસભ્યો અને સાંસદોને તોડ્યા બાદ હવે એકનાથ શિંદેએ (CM Eknath Shinde) હવે શિવસેનાના (Shivsena) ચૂંટણી પ્રતીક ધનુષ અને તીર પર પણ પોતાનો દાવો કર્યો છે. એકનાથ શિંદેએ આ માટે ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો છે. જેના પર ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથને 8 ઓગસ્ટ સુધીમાં તેમના જવાબો અને દસ્તાવેજો રજૂ કરવા કહ્યું છે. જોકે, ચૂંટણી પંચના નિર્ણય પહેલા જ શિવસેનાએ ચૂંટણી પંચના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જવાનું મન બનાવી લીધું છે.

શિવસેનામાં ભાગલા પડ્યા બાદ હવે સવાલ એ ઉભો થયો છે કે શિવસેનાના ચૂંટણી ચિન્હ તરીકે ધનુષ અને તીર કોની પાસે રહેશે. ચૂંટણી પંચના આ આદેશ સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં જશે. ચૂંટણી પંચે શિવસેનાના બંને પક્ષોને પોતપોતાનું સ્ટેન્ડ રજૂ કરવા માટે 8 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. જે બાદ આયોગ આ તમામ મામલાની સુનાવણી કરશે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથનું કહેવું છે કે પાર્ટી સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તે બધા પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય હજુ બાકી છે. શિવસેનાએ પંચની આ નોટિસ સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે.

આ મામલે ચૂંટણી પંચ કયા નિયમનું પાલન કરે છે?

ચૂંટણી પંચ આ સંદર્ભમાં ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર 1968નું પાલન કરે છે. જે રાજકીય પક્ષોના પ્રતીક અને ઓળખ તરીકે કામ કરે છે. આ આદેશના પેરા 15 સ્પષ્ટપણે સમજાવે છે કે પક્ષ તૂટી જવાની સ્થિતિમાં, પછી પક્ષનું નામ અને પ્રતીક કોને આપવું જોઈએ. આ અંગે કેટલીક શરતો છે. ચૂંટણી પંચ તેના વિશે સંતુષ્ટ થયા પછી જ નિર્ણય લે છે.

ચૂંટણી પંચ નિર્ણય લેતા પહેલા શું જુએ છે?

પર્યાપ્ત સુનાવણી અને દસ્તાવેજો અને પુરાવા વિના ચૂંટણી પંચ કોઈ નિર્ણય લેશે નહીં. પક્ષ તૂટવાના કિસ્સામાં તે બંને પક્ષોના મંતવ્યો સાંભળશે અને પછી સંતુષ્ટ થશે તો જ નિર્ણય આપશે. તે જ સમયે, એ પણ નિશ્ચિત થશે કે વાસ્તવમાં કયા જૂથને સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓનું વધુ સમર્થન છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે શિવસેનામાં ખેચતાણ ચાલી રહી છે. એક પછી એક સાંસદો અને શિવસૈનિકો શિંદે જૂથમાં ભળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી કમાન સરકી રહી હોય એવું લાગી રહ્યુ છે. ત્યારે શિવસેનાએ ચૂંટણીપંચના નિર્ણયને પડકારવાનો નિર્ણય કર્યો છે.