શિવસેનાએ બે ચૂંટણીમાં લીધા 2 નિર્ણય, રાષ્ટ્રપતિ માટે NDA અને ઉપરાષ્ટ્રપતિ માટે UPA સંગે, શું હાંસલ થશે?

શિવસેનાએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ નિર્ણય બાદ સાથી પક્ષો (કોંગ્રેસ-એનસીપી)ની અસંમતિનું સંકટ સામે આવ્યું, તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે યુપીએના ઉમેદવારને સમર્થન આપીને ગઠબંધન ધર્મ નિભાવ્યો.

શિવસેનાએ બે ચૂંટણીમાં લીધા 2 નિર્ણય, રાષ્ટ્રપતિ માટે NDA અને ઉપરાષ્ટ્રપતિ માટે UPA સંગે, શું હાંસલ થશે?
Former CM Uddhav Thackeray (File Image)
| Edited By: | Updated on: Jul 18, 2022 | 7:11 AM

શિવસેના (Shiv Sena) ઈતિહાસના સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તે બે બાજુએ ઉભી જોવા મળે છે. શિવસેનાએ દેશમાં યોજાનારી બે ચૂંટણીને લઈને પણ બે અલગ-અલગ નિર્ણયો લીધા છે. શિવસેના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં (President Election) એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં યુપીએના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને સમર્થન આપી રહી છે. જો પાર્ટીએ ટકી રહેવું હોય તો શિવસેનાના સાંસદોના અભિપ્રાય સાથે ચાલવું પડે એમ હતુ. તેથી જ શિવસેનાએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ નિર્ણય બાદ સાથી પક્ષો (કોંગ્રેસ-એનસીપી)ની અસંમતિનું સંકટ સામે આવ્યું, તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે યુપીએના ઉમેદવારને સમર્થન આપીને ગઠબંધન ધર્મ નિભાવ્યો.

ત્યારે ઉદ્ધવ ઠાકરે સાથી પક્ષોના સભ્યોને ખુશ રાખવા માટે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર રાખવાની જીદ છોડી રહ્યા હતા, જેના કારણે તેમના ધારાસભ્યો નારાજ થઈને શિંદે જૂથ સાથે જતા રહ્યા હતા. હવે તેમના સાંસદોને સંતુષ્ટ કરવા માટે, ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવારને ટેકો આપીને સાથી પક્ષોને નારાજ કર્યા હતા. આવી સ્થિતિમાં, ઠાકરેએ પાસે કોઈ વિકલ્પ ન હતો. તેમણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ફરીથી તેમના સાથી પક્ષોને સમર્થન આપ્યું. જો કો, બંનેને ખુશ રાખવા સરળ નથી.

શિવસેનાએ મુર્મુનો પક્ષ લીધો, તો કોંગ્રેસ પણ શા માટે છોડે વિપક્ષનું પદ

બે ચૂંટણીમાં બે નિર્ણય લઈને ઉદ્ધવ ઠાકરે આજે મહા વિકાસ આઘાડી સાથે છે પણ તેમની નજીક નથી. અંતર વધ્યું છે. નહીં તો વાંધો શું છે કે થોડા સમય પહેલા વિપક્ષી નેતાનું પદ જે સાથી પક્ષો શિવસેનાને આપવા માટે સહમત હતા. હવે તેમના સ્ટેન્ડમાં બદલાવ દેખાઈ રહ્યો છે. ગઈકાલે (રવિવાર, 17 જુલાઈ) કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં વિપક્ષની ખુરશી પર બેસવા માટે તૈયાર છે. એટલે કે મુખ્યમંત્રીની ખુરશી તો શિંદે જૂથે જ છીનવી લીધી છે, હવે વિપક્ષના પદ પર પણ કોંગ્રેસ ‘સાડ્ડા હક, ઇતે રખ’ની સ્ટાઈલમાં પોતાનો દાવો કરી રહી છે.

સંજય રાઉતે બે અલગ-અલગ જગ્યાઓ કેમ પસંદ કરી તેનું કારણ જણાવ્યું

રવિવારે શરદ પવારના ઘરે યોજાયેલી વિપક્ષી નેતાઓની બેઠક બાદ સંજય રાઉતે કહ્યું, ‘અમે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુને સમર્થન આપ્યું હતું કારણ કે તે આદિવાસી મહિલા છે. દેશમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સાથે લોકોની લાગણી જોડાયેલી છે. અમારી પાર્ટીના ઘણા ધારાસભ્યો અને સાંસદો પણ આદિવાસી સમાજના છે. એટલા માટે અમે દ્રૌપદી મુર્મુને સમર્થન આપ્યું છે. પરંતુ અહીં અમે માર્ગારેટ આલ્વાને ટેકો આપવા જઈ રહ્યા છીએ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સમગ્ર વિપક્ષ એક મંચ પર એક સાથે ઉભા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાનો અર્થ ભાજપને સમર્થન કરવાનો નથી.