સમીર વાનખેડેના પરિવારે રાજ્યપાલને કરી નવાબ મલિકની ફરિયાદ, જાણો ભગતસિંહ કોશ્યારીએ શું આપ્યો જવાબ

રાજ્યપાલને મળ્યા બાદ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે કહ્યું અમારા પરિવારને ટોણા મારવામાં આવી રહ્યા છે. ખોટા પુરાવાઓ બતાવીને અમારી પ્રતિષ્ઠા હાની પહોંચાડવામાં આવી રહી છે. નવાબ મલિક તરફથી અમારા ઉપર અંગત ટિપ્પણીઓ થઈ રહી છે. અમે આ તમામ બાબતો રાજ્યપાલ સમક્ષ મૂકી છે.

સમીર વાનખેડેના પરિવારે રાજ્યપાલને કરી નવાબ મલિકની ફરિયાદ, જાણો ભગતસિંહ કોશ્યારીએ શું આપ્યો જવાબ
સમીર વાનખેડેનો પરિવાર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યો
| Edited By: | Updated on: Nov 09, 2021 | 11:58 PM

સમીર વાનખેડેની (Sameer Wankhede) પત્ની ક્રાંતિ રેડકર (Kranti Redkar), પિતા જ્ઞાનદેવ વાનખેડે (Gnyandev Wankhede)  અને બહેન યાસ્મીન વાનખેડે મંગળવારે સાંજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને (Bhagat Singh Koshyari) મળ્યા હતા. આ મીટિંગનું કારણ એનસીપીના નેતા અને મંત્રી નવાબ મલિક (Nawab Malik) દ્વારા રોજેરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને વાનખેડે પરિવાર પર મુસ્લિમ હોવાના પરિવારની છોકરી ડ્રગ્સ રેકેટ સાથે સબંધિત હોવાના અને પરિવારને બદનામ કરનારા અંગત જીવન સાથે જોડાયેલા આરોપોને રોકવા માટે વિનંતી કરવાનું હતું.

 

વાનખેડે પરિવારનું કહેવું છે કે નવાબ મલિક જે આરોપો લગાવી રહ્યા છે તેનો મુંબઈ ડ્રગ્સ કેસ સાથે કોઈ સંબંધ નથી. અંગત ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. બેઠક બાદ જ્ઞાનદેવ વાનખેડેએ કહ્યું કે રાજ્યપાલે તેમને ખાતરી આપી છે કે બધું બરાબર થઈ જશે.

 

જેમને એવું લાગી રહ્યું છે કે અમે બિચારા મરતા – મરતા ફરી રહ્યા છીએ તો તેઓ ખોટા છે, સત્યને અધિકાર મળશે

સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે કહ્યું અમે રાજ્યપાલને એક નિવેદન આપ્યું છે. અમારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે, તે બધું અમે કહી દીધું છે. આ સત્યની લડાઈ છે. અમારી પાસે કોઈ મોટી ફરિયાદ નથી. અમે અમારા દુ:ખડા રોવા ત્યાં નથી ગયા. અમે ફક્ત અમારી આ લડાઈ માટે તાકાત ભેગી કરવા ગયા હતા. રાજ્યપાલે મહોદયે અમને તેનું આશ્વાસન આપ્યું છે.

 

ક્રાંતિ રેડકરે કહ્યું જેમને એવું લાગી રહ્યું છે કે આ ગરીબ બીચારા મરતા – મરતા ફરી રહ્યા છે, તેઓને આ ગેરસમજ છે, એવું નથી. અમે સત્યના અધિકાર માટે લડી રહ્યા છીએ. રાજ્યપાલની ખાતરીથી અમને ઉર્જા મળી. અમે સત્ય માટે લડતા રહીશું. અમારી જીત નિશ્ચિત છે.

 

અમારી સાથે જે કંઈ થઈ રહ્યું છે અને જે કંઈ થયું હતું, રાજ્યપાલને અમે તે કહી દીધુ છે

રાજ્યપાલને મળ્યા બાદ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે કહ્યું જે કાંઈ થઈ રહ્યું છે. તે બધાની સામે છે. અમારા પરિવારને ટોણા મારવામાં આવી રહ્યા છે. ખોટા પુરાવાઓ બતાવીને અમારી પ્રતિષ્ઠા હાની પહોંચાડવામાં આવી રહી છે. નવાબ મલિક તરફથી અમારા ઉપર અંગત ટિપ્પણીઓ થઈ રહી છે. અમે આ તમામ બાબતો રાજ્યપાલ સમક્ષ મૂકી છે.

 

તેમણે અમને થોડી ધીરજ રાખવાનું કહ્યું છે, સત્યનો વિજય થશે. નવાબ મલિક દ્વારા અમારા પર વ્યક્તિગત ટિપ્પણી કરવામાં આવી રહી છે. અમે તેમને બધી વાત કહી છે. અમારી વાત પર ધ્યાન આપવાનું વાક્ય તેમણે પુનરાવર્તિત કર્યું છે.

 

 

આ પણ વાંચો :  ચીનમાં રોકાણથી જાપાનની Soft Bank ને રાતાં પાણીએ રડવાનો વારો આવ્યો, જાણો કેમ બેંકે કરોડો ડોલરની ખોટ ખાવી પડી?