Sameer Wankhede: સર, દરરોજ અમારું અપમાન થાય છે, અમને ધમકાવવામાં આવે છે, સમીર વાનખેડેએ SC કમિશનના ઉપાધ્યક્ષને કરી ફરિયાદ

|

Oct 31, 2021 | 11:16 PM

નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (NCSC)ના ઉપાધ્યક્ષ અરુણ હલદરે રવિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના ઘરની મુલાકાત લીધી હતી.

Sameer Wankhede: સર, દરરોજ અમારું અપમાન થાય છે, અમને ધમકાવવામાં આવે છે, સમીર વાનખેડેએ SC કમિશનના ઉપાધ્યક્ષને કરી ફરિયાદ
Sameer Wankhede

Follow us on

નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (NCSC)ના ઉપાધ્યક્ષ અરુણ હલદરે (Arun Haldar) રવિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના (Sameer Wankhede) ઘરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વાનખેડે પરિવારે હલધરની સામે તેમની જાતિ અને ધર્મ સંબંધિત તમામ દસ્તાવેજો અને પ્રમાણપત્રો બતાવ્યા અને સ્પષ્ટ કર્યું કે સમીર વાનખેડે જન્મથી હિન્દુ છે. સમીરના પિતાએ કહ્યું કે, તે હિન્દુ દલિત પરિવારનો છે. તેણે માત્ર મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેણે ક્યારેય પોતાનો ધર્મ બદલ્યો નથી.

આ પ્રસંગે સમીર વાનખેડેએ પણ પોતાની ફરિયાદો અરુણ હલદરની સામે મૂકી હતી. સમીર વાનખેડેએ કહ્યું કે, તેમના પરિવારનું જાહેરમાં દરરોજ અપમાન કરવામાં આવે છે. તેમને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સાથે જ તેમના પર દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, પત્રકાર પરિષદ દરરોજ સવારે 8 અને 10 કલાકે યોજાય છે. આ પ્રેસ કોન્ફરન્સમાં મારા પરિવારની અંગત બાબતો ઉછાળવામાં આવે છે. કહેવાય છે કે, વાનખેડેનો આખો પરિવાર બોગસ છે. બોગસ એટલે શું? એવો પ્રશ્ન પૂછતાં વાનખેડેએ કહ્યું, ‘રોજ મીડિયાને કહેવામાં આવે છે કે મારી નોકરી જતી રહેશે. આ રીતે ડરાવવામાં આવે છે. મારી નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે. જો મેં કોઈ ખોટું કર્યું હોય તો રાષ્ટ્રપતિ અમારો ન્યાય કરશે. તો પછી અમને શા માટે ધમકાવવામાં આવે છે? અમને ન્યાય આપવામાં આવે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

‘ત્રણ લોકોએ અમારા ઘરની રેકી કરી’

આ દરમિયાન, સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર પણ રવિવારે સામાજિક ન્યાય રાજ્યમંત્રી રામદાસ આઠવલેને મળી હતી. આ પછી મીડિયા સાથે વાત કરતા ક્રાંતિ રેડકરે મોટો ખુલાસો કર્યો હતો. ક્રાંતિએ કહ્યું, ‘ત્રણ લોકો અમારા ઘરની જાસૂસી કરી રહ્યા છે. તેણે અમારા ઘરની રેકી કરી છે. અમને સોસાઈટી દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેઓ અમારા ઘર વિશે પૂછપરછ કરતા હતા.

તેઓએ તેમના નંબર પણ આપ્યા. તેઓ પોતાને પોલીસ ગણાવતા હતા. અમે પોલીસને બોલાવી. અમે તેમને પૂછ્યું કે શું તમારા વતી અહીં કોઈ આવ્યું છે, પરંતુ તેમણે ના માં જવાબ આપ્યો. જ્યારે અમે તે નંબરને Truecallerમાં મૂકીને ચેક કર્યો તો તે કોઈ બીજાનો નંબર હોવાનું બહાર આવ્યું. અમે સીસીટીવી ફૂટેજ અને નંબર પોલીસને આપ્યા છે. તે લોકો કોણ હતા તે ટૂંક સમયમાં જ ખબર પડશે.

 

આ પણ વાંચો: MBBS ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, આ રાજ્યમાં હવે માત્ર નજીવી ફીમાં જ મળશે તબીબી શિક્ષણ

આ પણ વાંચો: RRC admit card 2021: રેલ્વે એપ્રેન્ટિસ ભરતી 2021 માટે એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

Next Article