Raj Thackeray LIVE: થોડીવારમાં શરૂ થશે ‘રાજ’ સભા, ઠાકરેની સભામાં મેદાન ખચોખચ ભરાયું

|

May 01, 2022 | 7:38 PM

રાજ ઠાકરેની (Raj Thackeray) આજની (1 મે, રવિવાર) સભા પર માત્ર મહારાષ્ટ્રની (Maharashtra) જ નહીં પરંતુ દેશભરની નજર છે. મુંબઈ અને થાણે પછી રાજ ઠાકરેની આ ત્રીજી મોટી સભા છે. રાજ ઠાકરેએ 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

Raj Thackeray LIVE: થોડીવારમાં શરૂ થશે રાજ સભા, ઠાકરેની સભામાં  મેદાન ખચોખચ ભરાયું
MNS Chief Raj Thackeray

Follow us on

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે (Raj Thackeray MNS)ની ઔરંગાબાદ સભા હવે થોડી જ વારમાં શરૂ થવા જઈ રહી છે. રાજ ઠાકરેની (Raj Thackeray) આજની (1 મે, રવિવાર) સભા પર માત્ર મહારાષ્ટ્રની (Maharashtra) જ નહીં પરંતુ દેશભરની નજર છે. મુંબઈ અને થાણે પછી રાજ ઠાકરેની આ ત્રીજી મોટી સભા છે. થાણેની બેઠકમાં 3 મેનું અલ્ટીમેટમ આપતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે જો રમઝાનના અંત સુધીમાં અને ઈદ પછી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો MNS કાર્યકર્તાઓ મસ્જિદોની સામે  હનુમાન ચાલીસાના પાઠ કરશે. અલ્ટીમેટમના બે દિવસ પહેલા રાજ ઠાકરેની બેઠક યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં, તે લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા, હિન્દુત્વ, શિવસેના અને તેની અયોધ્યા યાત્રા વિશે શું કહે છે તેના પર બધાની નજર ટકેલી છે.

રાજ ઠાકરેએ મુંબઈમાં તેમની બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના પર નિશાન સાધ્યું હતું. થાણેની બેઠકમાં શરદ પવારની પાર્ટી NCP પર નિશાન સાધવામાં આવ્યું હતું. ઔરંગાબાદની સભામાં રાજ ઠાકરે પોતાની તોપ કોના પર તાકી રહ્યા છે તે અંગે ઉત્સુકતા છે.

રાજ ઠાકરેને સાંભળવા લોકો એકઠા થયા, હિંદુત્વનો જુસ્સો

રાજ ઠાકરે સાંજે 7.30 કલાકે તેમનું ભાષણ શરૂ કરશે. દૂર-દૂરથી MNS કાર્યકર્તા મીટિંગમાં ભાગ લેવા માટે ઔરંગાબાદના મરાઠવાડા કલ્ચરલ ગ્રાઉન્ડ પહોંચ્યા છે. મનસેના ભગવા ઝંડા, પોસ્ટર અને બેનરો લહેરાવામાં આવી રહ્યા છે. ‘રાજ તિલકની કરો તૈયારી , આવી ગયા ભગવાધારી’, ‘બાળાસાહેબ ઠાકરેના અસલી વારસ કોણ, રાજ ઠાકરે બીજું કોણ’, ‘જય શ્રી રામ’નો નાદ ગૂંજી રહ્યો છે. રાજ ઠાકરેની સભામાં પૂજારીઓ દ્વારા શંખવાદન શરૂ થઈ ગયું છે. થોડી જ વારમાં રાજ ઠાકરે હોટલમાંથી સભા સ્થળ માટે રવાના થવાના છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે દોઢથી બે હજાર પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ ઠાકરેની સુરક્ષા માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો : સીએમ ઉદ્વવ ઠાકરેએ રાજ ઠાકરે અને કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર, હિન્દુત્વને લઈને આપ્યુ આ નિવેદન

Published On - 7:24 pm, Sun, 1 May 22

Next Article