મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ક્યુઆર પાસ રહેશે જરૂરી, જાણો ક્યાંથી અને કેવી રીતે મળશે આ પાસ

કોવિડ -19 રસીની બીજા ડોઝ લીધા પછી 14 દિવસનો સમયગાળો પૂરો કરી ચૂકેલા લોકો માટે QR પાસ મેળવવા માટે એક ખાસ એપ બનાવવામાં આવી છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ક્યુઆર પાસ રહેશે જરૂરી, જાણો ક્યાંથી અને કેવી રીતે મળશે આ પાસ
મુંબઈ લોકલ ટ્રેન. (File Photo)
| Edited By: | Updated on: Aug 09, 2021 | 10:00 PM

મુંબઈમાં ફરી એકવાર જન-જીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં રવિવારે  જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (cm uddhav thackeray) જાહેરાત કરી છે કે જે લોકોએ કોરોના વેક્સિનેશન (Corona vaccination) અંતર્ગત બંને ડોઝ લઈ લીધા છે. તે બધા મુંબઈગરાઓ 15 ઓગસ્ટ (15 August) થી લોકલ ટ્રેનમાં (Mumbai local train) મુસાફરી કરી શક્શે.

હાલમાં ફક્ત સરકારી કર્મચારીઓ અને આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ છે.

આમાં પણ, ફક્ત તે જ મુસાફરો લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે, જેમને  રસીનો બીજો ડોઝ મળ્યો છે અને 14 દિવસનો સમય થઈ ચુક્યો છે.  આ પહેલા તેમને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

જે લોકોએ બંને ડોઝ લઈ લીધા છે તેઓએ પાસ માટે એપ પર કરવાની રહેશે અરજી

લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ રેલવે પાસ માટે ખાસ બનાવાયેલી એપ પર અરજી કરવાની રહેશે. જે મુસાફરો પાસે સ્માર્ટફોન છે તેઓ ખાસ એપ દ્વારા ઓનલાઇન પાસ મેળવી શકે છે. ઉપરાંત, જેમની પાસે સ્માર્ટફોન નથી તેઓ શહેરમાં મ્યુનિસિપલ વોર્ડ ઓફિસો તેમજ ઉપનગરીય રેલવે સ્ટેશનો પરથી ફોટો પાસ લઇ શકે છે.

ક્યુઆર પાસ નક્કી કરશે બે ડોઝ લઈ ચુકેલા લોકોની પ્રમાણીકતા

કોવિડ -19 રસીની બીજા ડોઝ પછી 14 દિવસનો સમયગાળો પૂરો કરી ચૂકેલા લોકો માટે QR પાસ મેળવવા માટે એક ખાસ એપ બનાવવામાં આવી છે. ખરેખર, QR કોડ  એટલા માટે જરૂરી છે કારણ કે તે રેલવે અધિકારીઓને સ્થાનિક ટ્રેનોમાં મુસાફરી કરતા લોકો સાચુ બોલી રહ્યા છે કે ખોટું તે ચકાસવામાં મદદ કરશે.

મુંબઈગરોએ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે આ કરવું પડશે

  • મુંબઈ લોકલમાં, ફક્ત તે જ લોકોને ટ્રેનોમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે, જેમણે રસીના બંને ડોઝ લીધા છે.
  • બીજા ડોઝ મેળવી લીધા પછી  14 દિવસ થયા હશે તેવા જ લોકોને મુસાફરીની મંજૂરી આપવામાં આવશે.
  • મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે, મુસાફરોએ માસિક પાસ ફરજિયાત લેવો  પડશે.
  • જે મુસાફરો પાસે સ્માર્ટફોન છે. તેઓ ટ્રેનની મુસાફરી માટેના પાસને ખાસ ડિઝાઇન કરેલી એપ દ્વારા ડાઉનલોડ કરી શકે છે.
  • જેમની પાસે સ્માર્ટફોન નથી. તેઓ મુંબઈ શહેરમાં મ્યુનિસિપલ વોર્ડ ઓફિસો તેમજ ઉપનગરીય રેલવે સ્ટેશનો પરથી ફોટો પાસ મેળવી શક્શે.
  • સ્થાનિક મુસાફરી માટે, આ પાસ પર QR કોડ હશે જેથી રેલવે પ્રશાસન તેની સત્યતા ચકાસી શકે.

આ પણ વાંચો : Delta Plus Variant in Maharashtra: રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓમાં થયો વધારો, 45 કેસ નોંધાયા, 7 જિલ્લામાં હાઈ એલર્ટ