Maharashtra: ડુંગળી ફરી મોંઘી થઈ, દિવાળી સુધી ભાવ ઘટવાની આશા ઓછી, વરસાદમાં પાક ખરાબ થવાને કારણે વધી મોંઘવારી

|

Oct 17, 2021 | 6:40 PM

નવી ડુંગળી બજારમાં મળતી નથી. મહારાષ્ટ્રની જૂની ડુંગળીની દેશભરમાં સૌથી વધુ માંગ છે. નાસિકમાં મુશળધાર વરસાદને કારણે ડુંગળીના નવા પાકને નુકસાન થયું છે. ઉંચી માંગ અને ઓછા પુરવઠાને કારણે આગામી કેટલાક દિવસો માટે ડુંગળી સસ્તી થવાની આશા નહિવત છે.

Maharashtra: ડુંગળી ફરી મોંઘી થઈ, દિવાળી સુધી ભાવ ઘટવાની આશા ઓછી, વરસાદમાં પાક ખરાબ થવાને કારણે વધી મોંઘવારી
ડુંગળીના ભાવમાં વધારો.

Follow us on

વિદાય લઈ રહેલા ચોમાસાને કારણે નવા ડુંગળીના પાકને ઘણું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના (Maharashtra) ખેડૂતો દ્વારા સ્ટોક કરવામાં આવેલી જૂની ડુંગળીની માંગ અન્ય રાજ્યોમાં ઝડપથી વધી રહી છે. આ વધતી માંગને કારણે બજારમાં ડુંગળીના ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે. અત્યારે છૂટક બજારમાં ડુંગળી 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે. ડુંગળીના વેપારીઓના મતે નવી ડુંગળી તૈયાર થતાં થોડો સમય લાગશે. તેથી, ડુંગળીના ભાવમાં વધુ વધારો થશે.

 

મહારાષ્ટ્ર સહિત કર્ણાટકમાં પણ વરસાદને કારણે ડુંગળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાતમાં (Gujarat) પરત ફરી રહેલા ચોમાસાના વરસાદે તબાહી મચાવી છે. વરસાદમાં ક્ષતિગ્રસ્ત પાકને કારણે ખેડૂતોએ ફરી ડુંગળીનું વાવેતર કરવું પડ્યું છે. નવો ડુંગળીનો પાક નવેમ્બરમાં તૈયાર થઈ જશે. આવી સ્થિતિમાં દિવાળી (Diwali)  સુધી ડુંગળીના ભાવ આ રીતે વધતા રહેશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

બજારમાં નવી ડુંગળી આવે ત્યાં સુધી ભાવ વધતા રહેશે

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ડુંગળી વિપુલ પ્રમાણમાં થાય છે. અત્યારે બજારમાં માંગની સરખામણીમાં ડુંગળીનો પુરવઠો મળી રહ્યો નથી. તેના કારણે સંગ્રહિત જૂની ડુંગળીના ભાવ આસમાનને આંબી રહ્યા છે. અત્યારે છૂટક બજારમાં ડુંગળી 50થી 60 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે.

 

નવી મુંબઈના APMC માર્કેટમાં 100થી 130 વાહનોમાં ડુંગળી મંગાવવામાં આવે છે. અહીં ડુંગળી 30થી 45 રૂપિયા પ્રતિ કિલોના દરે જથ્થામાં મળી રહી છે. મુંબઈ અને થાણેના છૂટક બજારમાં આ ડુંગળી 50થી 55 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે.

 

મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ડુંગળીનો પુરવઠો ખોરવાયો છે

પૂણે જિલ્લાના ઘેડ, મંચર, શિરુર, જુન્નર અને નાસિક, સંગમનેર, અહમદનગરના ખેડૂતો ડુંગળીનો મોટો સ્ટોક રાખે છે. પૂણેના માર્કેટયાર્ડમાં દરરોજ લગભગ 50 વાહનોમાં ડુંગળી મંગાવવામાં આવી રહી છે. નાસિકની લાસલગાંવ બજારમાં લગભગ આઠથી દસ હજાર ક્વિન્ટલ ડુંગળી આવી હોવાનું જાણવા મળ્યું છે. લાસલગાંવ બજાર સમિતિ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

 

ડુંગળીના ભાવમાં અચાનક વધારો થવાનું કારણ

હાલ બજારમાં નવી ડુંગળી ઉપલબ્ધ નથી. મહારાષ્ટ્રની જૂની ડુંગળીની દેશભરમાં સૌથી વધુ માંગ છે. નાસિકમાં મુશળધાર વરસાદને કારણે ડુંગળીના નવા પાકને ઘણું નુકસાન થયું છે. ઉંચી માંગ અને ઓછા પુરવઠાને કારણે આગામી કેટલાક દિવસો માટે ડુંગળી સસ્તી થવાની આશા નહિવત છે.

 

 

આ પણ વાંચો :  મુંબઈગરાઓ માટે ખુશખબર : તમામ લોકલ ટ્રેનોને AC ટ્રેનમાં રૂપાંતરિત કરવામાં આવશે, ટ્રેનના ભાડામાં પણ થશે ઘટાડો

 

Next Article