
મુંબઇમાં એક કાર ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લઈ લીધો. જેના કારણે બાઇક ચાલક હવામાં ફંગોળાઇ ગયો. ઘટના વસઇની છે. કે જ્યાં બાઇક ચાલક જઇ રહ્યો હતો. તે સમયે સામેથી કાર ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો. કાર ચાલકે કાબૂ ગૂમાવી દીધો અને બાઇક ચાલકને ટક્કર મારી દીધી. બાઈક ચાલક હવામાં જોરદાર ફંગોળાયો. ઘટનામાં બાઈક ચાલકનો જીવ તો બચી ગયો. પણ તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ CBI દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ એસ.એન શુક્લા વિરુદ્ધ FIR દાખલ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો