પાત્રા ચાલ કેસમાં સંજય રાઉતને કોઈ રાહત નહીં, 17 ઓક્ટોબર સુધી સુનાવણી મુલતવી

સંજય રાઉતે પોતાના રાજકીય હેતુઓ માટે મ્હાડા અને અન્ય વહીવટી બેઠકોમાં ડેવલપર અને બિલ્ડરને મદદ કરી હતી. ગુરુ આશિષ કંપનીમાં પ્રવીણ રાઉત સાથેના તેમના નાણાકીય વ્યવહારો પણ સામે આવ્યા છે.

પાત્રા ચાલ કેસમાં સંજય રાઉતને કોઈ રાહત નહીં, 17 ઓક્ટોબર સુધી સુનાવણી મુલતવી
Sanjay Raut (File Image )
| Edited By: | Updated on: Oct 11, 2022 | 8:43 AM

મહારાષ્ટ્રના(Maharashtra ) પ્રખ્યાત પાત્રા ચાલ કૌભાંડમાં લગભગ બે મહિનાથી જેલમાં રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતના(Sanjay Raut ) જામીન પર કોઈ નિર્ણય લઈ શકાયો નથી. કોર્ટે (Court )આ મામલાની સુનાવણી 17 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે. વિશેષ PMLA કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી છે. આ કૌભાંડમાં સંજય રાઉત પર બિલ્ડર અને ડેવલપર પાસેથી લાંચ લેવાનો આરોપ છે. આ કેસમાં ઈડીએ 1 ઓગસ્ટના રોજ તેની ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં છે. જો કે તેમના વકીલોએ તેમને દશેરા પહેલા મુક્ત કરાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ સુનાવણી મુલતવી રાખવામાં આવી હોવાથી તેઓ બહાર આવી શક્યા ન હતા.

સંજય રાઉતે પડદા પાછળ ખેલ પાડ્યો

EDએ તેમના જામીન સામે દલીલ કરી છે. કોર્ટમાં દલીલ કરતાં અનિલ સિંહે ઇડી વતી દલીલ કરી હતી કે જામીન અરજી ચાર પ્રકારમાં વહેંચાયેલી છે. તેણે કહ્યું કે આ છેડછાડમાં ભલે સંજય રાઉતનો સીધો હસ્તક્ષેપ નથી, પરંતુ તે પડદા પાછળથી તેમાં સામેલ છે. તપાસમાં સામે આવ્યું છે કે સંજય રાઉતે પોતાના રાજકીય હેતુઓ માટે મ્હાડા અને અન્ય વહીવટી બેઠકોમાં ડેવલપર અને બિલ્ડરને મદદ કરી હતી. ગુરુ આશિષ કંપનીમાં પ્રવીણ રાઉત સાથેના તેમના નાણાકીય વ્યવહારો પણ સામે આવ્યા છે.

વર્ષા રાઉતના ખાતામાં પૈસા આવ્યા

EDએ તેની તપાસમાં જણાવ્યું કે સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને પ્રવીણ રાઉતની પત્ની માધવ રાઉતે પૈસા મોકલ્યા હતા. બંને વચ્ચે 1 કરોડ 6 લાખ રૂપિયાની લેવડદેવડનો કોઈ હિસાબ નથી. એ માહિતી પણ સામે આવી હતી કે પહેલા આ પ્રોજેક્ટ 13 એકરમાં બનવાનો હતો, પરંતુ સમય જતાં આ પ્રોજેક્ટ વધીને 47 એકરમાં થઈ ગયો. આ બધું સંજય રાઉતની દરમિયાનગીરીથી શક્ય બન્યું.