NO KISSING ZONE ! પ્રેમી પંખીડાઓની હરકતોથી પરેશાન સ્થાનિકોએ લગાવવી પડી આ સુચના

|

Aug 01, 2021 | 4:30 PM

મુંબઇના બોરીવલીમાં જોગસ પાર્ક વિસ્તારમાં કપલ્સની ભીડ જોવા મળતી હોય છે. આ કપલ્સ અમુક વાર જાહેર સ્થળે જ કિસ કરવા લાગે છે જેને લઇને આસપાસના વિસ્તારના લોકોને લાગે છે કે તેમનું કલ્ચર બગડે છે.

NO KISSING ZONE ! પ્રેમી પંખીડાઓની હરકતોથી પરેશાન સ્થાનિકોએ લગાવવી પડી આ સુચના
housing colony paints ‘No kissing zone’ sign

Follow us on

તમે આજ સુધી દિવાલો પર અને રસ્તાઓ પર ઘણી બધી જાહેર સુચનાઓ વાંચી હશે. તમે નો હોર્ન, નો પાર્કિંગ, સાઇલેન્ટ ઝોન વગેરેના બોર્ડ વાંચ્યા હશે પણ મુંબઇના બોરીવલીમાં એક એવી જાહેર સુચના લગાવવામાં આવી કે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

આજકાલ મુંબઇના પ્રખ્યાત જોગસ પાર્કમાં ફરવા માટે આવતા લોકોની નજર એક સુચના પર પડે છે અને ત્યાં જ અટકી જાય છે. અહીં રસ્તા પર પીળા કલરના પેઇન્ટથી સુચના લખવામાં આવી છે. તેમાં લખ્યુ છે કે, NO KISSING ZONE

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

મુંબઇના બોરીવલીમાં જોગસ પાર્ક વિસ્તારમાં કપલ્સની ભીડ જોવા મળતી હોય છે. આ કપલ્સ અમુક વાર જાહેર સ્થળે જ કિસ કરવા લાગે છે. જેને લઇને આસપાસના વિસ્તારના લોકોને લાગે છે કે તેમનું કલ્ચર બગડે છે. હવે અહીં આવતા કપલ્સ એક બીજાને કિસ નહીં કરી શકે કારણ કે હવે અહીં કિસ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કપલ્સથી કંટાળીને સ્થાનિક નાગરીકોએ રસ્તા પર આ સુચના લખી દેવામાં આવી છે. પીળા રંગના પેઇન્ટથી રસ્તા પર NO KISSING ZONE લખવામાં આવ્યુ છે.

 

બોરીવલીનું જોગસ પાર્ક હાઇ પ્રોફાઇલ લોકોના વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં એક ગાર્ડન બનાવવામાં આવ્યો છે. આ ગાર્ડનમાં રોજ પ્રેમી-પંખીડાઓ આવતા હોય છે અને લાજ શરમને નેવે મૂકીને એકબીજાને પપ્પી-ઝપ્પી આપીને જાય છે. આ લોકો સારો ખૂણો શોધીને બેસી જાય છે. બસ આ બધાને કારણે આસપાસના લોકોનું પોતાની જ બાલ્કનીમાં બેસવાનું બંધ થઇ ગયુ હતુ. તે જ કારણ છે કે કંટાળીને સ્થાનિક લોકોએ આ બોર્ડ લગાવવું પડ્યુ.

 

આ પણ વાંચો – હર કામ દેશ કે નામ : સ્વર્ણિમ વિજય વર્ષ વિજય મશાલ ધ્રાંગધ્રા પહોંચતા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું

આ પણ વાંચો – Happy Friendship Day: અભિનયમાં જ નહીં પણ મિત્રતામાં પણ દરેક પર ભારે છે આ સ્ટાર્સ, મિત્રતામાં એકબીજા પર આપે છે જાન

Next Article