બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ કેસ (Aryan Khan Drug Case) સાથે સંબંધિત NCB સાક્ષી પ્રભાકર સેલ (Prabhakar Sail)નું શુક્રવારે અવસાન થયું. તેમના વકીલના જણાવ્યા અનુસાર 36 વર્ષીય સેલનું તેમના ઘરે હૃદયરોગ (Heart Attack)ના હુમલાથી મૃત્યુ થયું હતું. દાવા મુજબ પ્રભાકર સેલ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સ્વતંત્ર સાક્ષી હતો, જેણે દાવો કર્યો હતો કે તે કે.પી ગોસાવીનો અંગત બોડીગાર્ડ હતો. પ્રભાકર સેલ એ જ વ્યક્તિ છે જેણે મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ મૂક્યો હતો.
તેણે આ કેસમાં પૈસાની લેવડદેવડની વાતો સાંભળી હતી. જેમાં તેણે દાવો કર્યો હતો કે 25 કરોડના ટ્રાન્ઝેક્શનની વાત થઈ હતી, જેમ અગાઉ તપાસનું નેતૃત્વ કરનાર અધિકારી સમીર વાનખેડે માટે 8 કરોડ રૂપિયા હોવાની ચર્ચા હતી. રાજકીય વિવાદ વચ્ચે વાનખેડેએ તેમની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, જોકે બાદમાં તેમની બદલી કરવામાં આવી હતી.
પ્રભાકર સેલ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સ્વતંત્ર સાક્ષી હતો, જેણે દાવો કર્યો હતો કે તે કે.પી ગોસાવીનો અંગત બોડીગાર્ડ હતો. પ્રભાકર સેલ એ જ વ્યક્તિ છે જેણે મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ મૂક્યો હતો.
સેલે તેના સોગંદનામામાં દાવો કર્યો હતો કે કિરણ ગોસાવીએ સેમ ડિસોઝા નામના વ્યક્તિ સાથે વાત કરી હતી. ગોસાવીએ સેમ ડિસોઝા નામના વ્યક્તિને કહ્યું હતું કે તમે 25 કરોડનો બોમ્બ પ્લાન્ટ કર્યો છે અને તેને 18માં ફાઈનલ કરી દો, કારણ કે 8 કરોડ સમીર વાનખેડેને આપવાના છે.
સેલે એવો પણ દાવો કર્યો હતો કે ગોસાવી આર્યન ખાનના વકીલ પૂજા દદલાણીને મળ્યા હતા અને આર્યન ખાનની રિલીઝ માટે કથિત રીતે રૂ. 50 લાખનો સોદો કર્યો હતો. આ દાવા બાદ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે NCB તપાસ પર સવાલ ઉઠાવ્યા છે.
આર્યન ખાનને એક હાઈપ્રોફાઈલ કેસમાં કેટલાંક અઠવાડિયા જેલમાં વિતાવ્યા બાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં જામીન આપવામાં આવ્યા હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં એક વિશેષ NDPS કોર્ટે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે NCBની SITને 60 દિવસનો સમય આપ્યો છે.
આ કેસમાં એનસીબીએ કોર્ટ પાસે 90 દિવસનો સમય માંગ્યો હતો, જેમાં કોર્ટે માત્ર 60 દિવસનો સમય આપ્યો છે. આર્યન ખાનની 3 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલા જહાજમાં થઈ રહેલી પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. NCB દ્વારા તેના પર ડ્રગ્સ રાખવા, ખરીદવા અને વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટે આર્યનને મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલી આપ્યો હતો. જ્યાં તે 26 દિવસ રખાયો હતો. બાદમાં મુંબઈ હાઈકોર્ટે તેમને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા.
આ પણ વાંચો :સ્માર્ટ સીટી સમિટની તડામાર તૈયારીઓ, સરસાણાની આસપાસનો વિસ્તાર ત્રણ દિવસ નોનમોટોરેબલ ઝોન જાહેર થઈ શકે