Cruise Drug Case: કોર્ટ જઈને માંગી શકો છો ન્યાય, ત્યાં જ જવાબ આપશું, કાર્યવાહી પર NCPના આરોપો પર NCBનો પલટવાર

|

Oct 06, 2021 | 10:43 PM

એનસીબીના ડેપ્યુટી ડીજી જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે અમારા પર લગાવવામાં આવેલા આરોપોમાં કોઈ તથ્ય નથી. અમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Cruise Drug Case: કોર્ટ જઈને માંગી શકો છો ન્યાય, ત્યાં જ જવાબ આપશું, કાર્યવાહી પર NCPના આરોપો પર NCBનો પલટવાર
એનસીબીના ડેપ્યુટી ડીજી જ્ઞાનેશ્વર સિંહ (ફાઇલ ફોટો)

Follow us on

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં (Cruise Drugs Party Case) એનસીપીએ એનસીબીની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. હવે NCB એ આ આરોપોનો વિરોધ કર્યો છે. એનસીબીના ડેપ્યુટી ડીજી જ્ઞાનેશ્વર સિંહે (NCB Deputy DG Gyaneshwar Singh) કહ્યું કે જો તેઓ (NCP) કોર્ટમાં જવા માંગતા હોય તો તેઓ જઈને ન્યાય માગી શકે છે. અમે ત્યાં જવાબ આપીશું. સિંહે એમ પણ કહ્યું કે અમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે એનસીબી પર ભાજપ સાથે મળીને કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ આર્યન ખાન અને અરબાઝની ધરપકડ કરનારા લોકો પર સવાલ કરતા કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ આર્યન ખાન અને અરબાઝની ધરપકડ કર્યા બાદ તેને લઈ જઈ રહ્યા છે તે કેપી ગોસાવી અને મનીષ ભાનુશાળી છે. આર્યનને લઈ જનારા મનીષ ભાનુશાળીની તસવીર ભાજપના મોટા મોટા મંત્રિયો સાથે છે.

જૂની ધરપકડના કારણે આક્ષેપો થઈ રહ્યા છે 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ડેપ્યુટી ડીજી જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે અમારા પર લગાવવામાં આવેલા આરોપોમાં કોઈ તથ્ય નથી. અમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ તમામ આક્ષેપો છેલ્લી વખત ધરપકડ થઈ હતી (નવાબ મલિકના જમાઈ) તેના વિશે કરવામાં આવી રહ્યા છે. જ્ઞાનેશ્વર સિંહે વધુમાં જણાવ્યું હતું કે માહિતીના આધારે NCB એ આંતરરાષ્ટ્રીય કોર્ડીલિયા જહાજ પર દરોડા પાડ્યા હતા અને 8 લોકોની અટકાયત કરી હતી.

દરેક જગ્યાએ જપ્તીની કાર્યવાહી કરવામાં આવી રહી છે

ડીજીએ કહ્યું કે અમને તેમની સાથે ઘણી પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા, જેમાં કોકેન, મેફેડ્રિન, એમડીએમએ ચરસ, 1 લાખ 33 હજાર રોકડા મળી આવ્યા. ડીજી જ્ઞાનેશ્વર સિંહે વધુમાં જણાવ્યું હતું કે આ ઇવેન્ટના ચાર આયોજકોની પણ દિલ્હી ઇવેન્ટ મેનેજમેન્ટમાંથી ધરપકડ કરવામાં આવી છે.

બીજી બાજુ, પંચનામા અંગે સિંહે કહ્યું કે કાયદાને અનુસરીને પંચનામાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. એનસીબીના ડેપ્યુટી ડીજી  જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું કે બીજી વખત આ જ જહાજ પર કાર્યવાહી કર્યા બાદ અમે હાઈડ્રોફોનિક વીડ જપ્ત કરી. પવઈમાંથી એકની પણ ધરપકડ કરવામાં આવી છે. સિંહે કહ્યું કે દરેક સ્થળે જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો :  Maharashtra: 7 ઓક્ટોબરથી ખુલી રહ્યા છે મંદીરો, શીરડીના સાંઈબાબા મંદીરની ગાઈડલાઈન્સ જાહેર, સિદ્ધિવિનાયકના દર્શનનું બુકિંગ એપ દ્વારા કરવામાં આવશે

Next Article