Nawab Malik Arrested: મમતા બેનર્જીએ શરદ પવારને કર્યો ફોન, ભાજપ પર લગાવ્યો એજન્સીઓના દુરુપયોગનો આરોપ

|

Feb 23, 2022 | 8:30 PM

Mamata Banerjee Calls Sharad Pawar: એનસીપી નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ બાદ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ એનસીપીના વડા શરદ પવારને ફોન કરીને ધરપકડ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.

Nawab Malik Arrested: મમતા બેનર્જીએ શરદ પવારને કર્યો ફોન, ભાજપ પર લગાવ્યો એજન્સીઓના દુરુપયોગનો આરોપ
Sharad Pawar & Mamta Banerjee

Follow us on

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) બુધવારે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક નવાબ મલિકની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ (Nawab Malik Arrested) કરી છે. આ ધરપકડ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. એનસીપીના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) NCP નેતાઓ અને મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે અને થોડા સમય બાદ તેઓ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને મળશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ શરદ પવારને ફોન કરીને નવાબ મલિકની ધરપકડનો વિરોધ કર્યો છે અને કેન્દ્રની ભાજપ સરકાર સામે એક થઈને લડવાની વાત કરી છે. જણાવી દઈએ કે ઈડીએ સવારે NCP નેતા નવાબ મલિકની પૂછપરછ શરૂ કરી હતી. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ નવાબ મલિકે કહ્યું કે હું લડીશ,  ડરીશ નહી.

ટીએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર નવાબ મલિકની ધરપકડ બાદ મમતા બેનર્જીએ શરદ પવારને ફોન કર્યો હતો. આ વાતચીત દરમિયાન સીએમ મમતા બેનર્જીએ એનસીપી સાથે ઉભા રહેવાનું આશ્વાસન આપ્યું અને કહ્યું કે ભાજપ વિરોધી પાર્ટીઓ વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. વિરોધ પક્ષના નેતાઓને ફસાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંપૂર્ણપણે દેશના સંઘીય માળખા અને બંધારણની વિરુદ્ધ છે.

સતત કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો લાગી રહ્યો છે આરોપ

મમતા બેનર્જી સતત કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવી રહ્યા છે. અગાઉ કોલસા કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીની પૂછપરછ કરવામાં આવી હતી અને આ કેસમાં અભિષેકની પત્ની રૂચિરા બેનર્જીની પણ સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. રાજ્યના કાયદા મંત્રી મલય ઘટક સહિત અનેક નેતાઓને ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. સીએમ મમતા બેનર્જીએ આનો સખત વિરોધ કર્યો હતો અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરોધી મોરચો બનાવવાના પ્રયાસો

બંગાળમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદથી મમતા બેનર્જી રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે અને સતત વિકલ્પ આપવાની વાત કરી રહ્યા છે. આ સંદર્ભે તેઓ મુંબઈ ગયા હતા અને એનસીપીના વડા શરદ પવારને મળ્યા હતા અને ભાજપ વિરુદ્ધ એક થઈને કામ કરવા હાકલ કરી હતી. તેઓ શિવસેના પ્રમુખ અને સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્રને પણ મળ્યા હતા.

તાજેતરમાં તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરુદ્ધ મોરચો બનાવવાની સમજૂતી થઈ હતી. આગામી દિવસોમાં બંગાળના સીએમ મમતા બેનર્જી પણ કેસીઆરને મળવા જઈ રહ્યા છે. આ સિવાય તેમણે ભૂતકાળમાં તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન સાથે પણ વાત કરી હતી.

આ પણ વાંચો :  Nawab Malik Arrested: જાણો મંત્રી બનવાથી લઈને નવાબ મલિકની ધરપકડ સુધીની 25 મહત્વની વાતો

Next Article