Navneet Rana: નવનીત રાણાને મળ્યા જામીન, છતાં આજે રાત રહેવું પડશે જેલમાં

|

May 04, 2022 | 8:35 PM

અમરાવતીના સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની મુસીબતો હજુ સમાપ્ત થઈ નથી. નવનીત રાણાને જામીન મળ્યા બાદ પણ જેલમાંથી મુક્તિ મળશે નહીં. રાણા દંપતીએ આજની રાત પણ જેલમાં વિતાવવી પડશે.

Navneet Rana: નવનીત રાણાને મળ્યા જામીન, છતાં આજે રાત રહેવું પડશે જેલમાં
Navneet Rana

Follow us on

Maharashtra: અમરાવતીના સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની મુસીબતો હજુ સમાપ્ત થઈ નથી. તેમને બુધવારે (4 મે) મુંબઈ સેશન્સ કોર્ટમાંથી (Mumbai Sessions Court) જામીન મળ્યા છે. પરંતુ જેલમાંથી મુક્તિનો આદેશ તેના હાથમાં આવ્યો નથી. આથી રાણા દંપતીએ આજની રાત પણ જેલમાં જ વિતાવવી પડશે. રાણા દંપતીની ટીમ આવતીકાલે સવારે કોર્ટમાંથી રીલીઝ ઓર્ડર મેળવશે. તે પછી તેમને મુક્ત કરી શકાય છે. હાલમાં નવનીત રાણા મુંબઈની ભાયખલા જેલમાં છે અને રવિ રાણા નવી મુંબઈની તલોજા જેલમાં છે. બુધવારે સવારે અગિયાર વાગ્યે સુનાવણી કરતાં મુંબઈ સેશન્સ કોર્ટે તેને અનેક શરતો સાથે જામીન આપ્યા છે.

રાણા દંપતીના જામીનની શરતોમાં તેમને મીડિયા સાથે વાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તેને પોલીસ પૂછપરછમાં સહકાર આપવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસને એમ પણ કહેવામાં આવ્યું છે કે, જ્યારે પૂછપરછ અથવા કોઈ કાર્યવાહી કરવાની હોય ત્યારે રાણા દંપતીને 24 કલાક અગાઉ જાણ કરવી જોઈએ. આ પહેલા શનિવારે (30 એપ્રિલ) કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી. કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો અને સોમવારે ચુકાદો આપવાનું જણાવાયું હતું. સોમવારે, કોર્ટે સૌપ્રથમ બપોરે ત્રણ વાગ્યે ચુકાદો આપવાનું કહ્યું હતું. ત્રણ વાગ્યે સમાચાર આવ્યા કે, સાંજે પાંચ વાગ્યે નિર્ણય લેવામાં આવશે. પાંચ વાગ્યા બાદ કામકાજની વ્યસ્તતા અને મંગળવારે ઈદની રજા હોવાના કારણે કોર્ટે બુધવારે નિર્ણયની તારીખ આપી હતી. બુધવારે સવારે 11 વાગ્યે કોઈક રીતે જામીનનો નિર્ણય આવ્યો અને 12 દિવસ પછી રાણા દંપતી માટે રાહતના સમાચાર આવ્યા, તો સાંજ સુધી મુક્તિનો આદેશ આવી શક્યો નહીં.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

માતોશ્રી સામે હનુમાન ચાલીસા વાંચવાની કરી હતી વાત

રાણા દંપતીએ સીએમ ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો આગ્રહ કર્યો હતો. બાદમાં તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. તેમ છતાં મુંબઈની ખાર પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેના પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે, હનુમાન ચાલીસા વાંચવાના બહાને તેઓ રાજ્ય સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર કરી રહ્યા હતા. તેઓ રાજ્યના વહીવટીતંત્રને પડકારી રહ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી રહ્યા હતા.

મુશ્કેલીઓ ફરી ઉભી થઈ, BMCની નોટિસ પણ આવી

આ દરમિયાન, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની એક ટીમ આજે નવનીત રાણા અને રવિ રાણાના મુંબઈમાં ખારના ઘરે પહોંચી હતી. ઘરની તપાસ કરતાં રાણા દંપતીએ ઘરની અંદર ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. BMCએ તેમને નોટિસ મોકલી છે. એટલે કે રાણા દંપતી જેલમાંથી છૂટીને ઘરે પહોંચશે ત્યારે તેઓ આ નવી સમસ્યાનો સામનો કરશે.

Next Article