મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાં એક કારમાંથી મહિલા ડોક્ટરની સળગી ગયેલી લાશ (Dead Body) મળવાના મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે (Police) ગુરુવારે રાત્રે 48 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપ છે કે આ વ્યક્તિએ નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશનની મોરવાડી હોસ્પિટલમાં કામ કરતી પોતાની મેડિકલ ઓફિસર પત્નીની કથિત રીતે હત્યા કરી હતી. હાલ આરોપી પોલીસની કસ્ટડીમાં છે. નાસિક ગ્રામીણ પોલીસ અધિક્ષક સચિન પાટીલે જણાવ્યું કે 25 જાન્યુઆરીની મોડી રાત્રે 30 વર્ષીય મહિલા સુવર્ણા વાજેની સળગી ગયેલી લાશ તેની કારની અંદરથી મળી આવી હતી. શરીર સંપૂર્ણપણે બળી ગયું હતું.
‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના સમાચાર અનુસાર, પોલીસે તે સમયે મળેલા પુરાવાના આધારે મહિલાના પતિ સંદીપની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાના પરિવારજનોને પણ તેના પર શંકા હતી. તપાસ ટીમને મળેલા પુરાવાના આધારે હત્યા પાછળ મહિલાના પતિનો હાથ હોવાનું સામે આવ્યું છે. નાસિકમાં મુંબઈ-આગ્રા હાઈવે પર ખેડ ભૈરવ ગામ પાસે ડૉક્ટર અને તેની બળી ગયેલી કાર મળી આવી હતી. જેના આધારે વાડીવરહે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા સિવિલ એન્જિનિયર અને ડોક્ટરના પતિ સંદીપની ધરપકડ કરી છે. નાશિક પોલીસે જણાવ્યું કે સંદીપ અને સુવર્ણાના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા, પરંતુ તેમનું લગ્નજીવન સારું ચાલી રહ્યું ન હતું.
વાડીવરહે પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અનિલ પવારે જણાવ્યું હતું કે બંનેએ અગાઉ છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ કોઈક રીતે તેઓનું સમાધાન થઈ ગયું હતું. મહિલા ડોકટરની હત્યાની ઘટના અંગે પોલીસ હજુ સુધી જાણી શકી નથી. પરંતુ પોલીસને શંકા છે કે સંદીપે પહેલા તેની પત્નીની હત્યા કરી, પછી લાશને કારમાં મૂકીને આગ લગાવી દીધી.
આ પણ વાંચો : Malegaon Blast Case: કોર્ટમાં વધુ એક સાક્ષીએ નિવેદનથી કરી પીછેહઠ, મહારાષ્ટ્ર ATS પર લગાવ્યો આ ગંભીર આરોપ
આ પણ વાંચો : Maharashtra : બે હજાર રૂપિયામાં વેચાઈ રહ્યુ હતુ ફેક વેક્સીનેશન સર્ટીફીકેટ, થાણે પોલીસે આ રીતે કર્યો ગેંગનો પર્દાફાશ