મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan Rane) વચ્ચે ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ભાજપ અને શિવસેના બંને સતત આરોપ – પ્રત્યારોપ કરી રહ્યા છે. શુક્રવારે નારાયણ રાણેએ (Narayan Rane) પ્રેસ કોન્ફરન્સ કરીને શિવસેના પર નિશાન સાધ્યું હતું. કાયદા અને વ્યવસ્થાના મુદ્દા સહિત કોરોનાના મામલાને ન સંભાળી શકવાને લઈને તેમણે ઉદ્ધવ ઠાકરે સરકાર પર નિશાન સાધ્યું હતું.
આ દરમિયાન તેમણે કહ્યું કે સંજય રાઉત શિવસેનાના પતનનું કારણ બનશે. તેમણે કહ્યું “સંજય રાઉત કોઈ કારણ વગર બોલે છે. વિનાયક અને સંજય રાઉત શિવસેનાને પતન તરફ દોરી જશે. આ દરમિયાન તેમણે મમતા બેનર્જી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું “કોંકણ અને કાશ્મીર વચ્ચે જેટલું અંતર દેખાય છે એટલું જ અંતર મમતા બેનર્જીના વડાપ્રધાન બનવા વચ્ચે છે.
I've done nothing wrong. They (Shiv Sena) enjoy power, so they arrested me. Maharashtra is no 1 in COVID. During COVID, they didn't take any action. Sushant Singh (Rajput) was murdered. Disha Salian was raped & killed, yet the perpetrators roam freely: Union Minister Narayan Rane pic.twitter.com/w7U0j1Bbe4
— ANI (@ANI) August 27, 2021
નારાયણ રાણેએ કહ્યું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી. શિવસેના પાસે સત્તા છે અને તે તેનો આનંદ માણી રહી છે. તેથી જ તેણે મારી ધરપકડ કરી. તેમણે કહ્યું “મહારાષ્ટ્ર કોરોનાના મામલે સમગ્ર દેશમાં મોખરે છે. મુખ્યમંત્રી આ અંગે કોઈ પગલાં લેતા નથી. ” તેમણે કહ્યું કે શિવસેનાએ જણાવવું જોઈએ કે તેણે છેલ્લા બે વર્ષમાં કોંકણને શું આપ્યું છે.
‘જે લોકો મારા પર હુમલો કરવા આવ્યા હતા તેમની પોલીસે મહેમાનગતી કરી’
નારાયણ રાણેએ કહ્યું કે તેમના ઘર પર હુમલો કરવા આવેલા શિવસૈનિકોની પોલીસે સારી સંભાળ લીધી છે. શિવસેનાએ જણાવુ જોઈએ કે તેણે છેલ્લા બે વર્ષમાં આ વિસ્તાર માટે શું કર્યું છે? તેઓ વિચારે છે કે જો તે આવી કાર્યવાહી કરશે તો હું ડરી જઈશ. જણાવી દઈએ કે કોંકણમાં જન આર્શીવાદ યાત્રા દરમિયાન રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર ટિપ્પણી કરી હતી, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
નારાયણ રાણેએ આપેલા નિવેદનનો વિવાદ એટલો વધ્યો હતો અને અંતે તેમની રત્નાગીરી પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને મહાડ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને રાત્રે જ તેમને મેજીસ્ટ્રેટ પાસે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને રાહત આપી હતી. તેમજ આગામી સુનાવણી સુધી મહાડ પોલીસને કોઈ પણ કાર્યવાહી કરવા માટે રોક લગાવી હતી. ઉલ્લેખનીય છે કે આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે છે.
આ પણ વાંચો : Mumbai: અમિતાભ બચ્ચનના પર્સનલ બોડીગાર્ડના સેલેરી વિવાદ બાદ થયું ટ્રાન્સફર, મુંબઈ પોલીસે આપ્યું આ કારણ