Mumbai Water Supply : મુંબઈના આ વિસ્તારોમાં પાણી કાપ, 18 કલાક સુધી બંધ રહેશે પાણીનો સપ્લાય

|

Jan 26, 2022 | 11:53 PM

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન કટ-ઓફ સમયગાળા દરમિયાન પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી રહ્યું છે.

Mumbai Water Supply : મુંબઈના આ વિસ્તારોમાં પાણી કાપ, 18 કલાક સુધી બંધ રહેશે પાણીનો સપ્લાય
Water Cut In Mumbai (Symbolic Image)

Follow us on

મુંબઈઃ મુંબઈવાસીઓ માટે પાણી એક મહત્ત્વના સમાચાર છે. આગામી બે દિવસ સુધી શહેરના પાણી પુરવઠા વિભાગ (Water Supply) દ્વારા થોડા કલાકો માટે પાણીનો પુરવઠો કાપવામાં આવશે. કોર્પોરેશન 27 જાન્યુઆરી, 2022 ગુરુવારના રોજ સવારે 10:00 વાગ્યાથી શુક્રવાર, 28 જાન્યુઆરી, 2022ના રોજ સવારે 4:00 વાગ્યા સુધી ટ્રોમ્બે ઉચ્ચ સ્તરીય જળાશય ખાતે ઇનલેટ વાલ્વ બદલવાની કામગીરી હાથ ધરશે. તેથી, M/East અને M/West વચ્ચેના કેટલાક વિસ્તારોમાં 27 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યાથી 28 જાન્યુઆરી 2022ના રોજ સવારે 4 વાગ્યા સુધી 18 કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

એમ/પૂર્વ વિભાગ

વોર્ડ નંબર 140 – ટાટાનગર, ગોવંડી સ્ટેશન રોડ; વોર્ડ નંબર 141 – દેવનાર મ્યુનિસિપલ કોર્પોરેશન, લલ્લુભાઈ કમ્પાઉન્ડ; વોર્ડ નંબર 142 – લલ્લુભાઈ કમ્પાઉન્ડ, હિરાનંદાની બિલ્ડિંગ; વોર્ડ નંબર 143 – જોન્સન જેકબ રોડ (A, B, I, F સેક્ટર), SPPL બિલ્ડીંગ, MHADA બિલ્ડીંગ, મહારાષ્ટ્ર નગર, વોર્ડ નંબર 144 – દેવનાર ગામ રોડ, ગોવંડી ગામ, વી.એન. ઈસ્ટ રોડ, બીકેએસડી રોડ, ટેલિકોમ ફેક્ટરી કોમ્પ્લેક્સ, મંડલા ગામ, માનખુર્દ નેવી, કન્ઝર્વેશન એરિયા, માનખુર્દ ગામ, ગોવંડી સ્ટેશન રોડ, ટીઆઈએફઆર વસાહત; વોર્ડ નંબર 145 – સી-સેક્ટર, ડી-સેક્ટર, ઈ-સેક્ટર, જી-સેક્ટર, એચ-સેક્ટર, જે-સેક્ટર, કે-સેક્ટર, કોળીવાડા ટ્રોમ્બે, કસ્ટમ રોડ, દત્ત નગર, બાલાજી મંદિર માર્ગ, પયલીપાડા, ચિતા કેમ્પ ટ્રોમ્બે; વોર્ડ નંબર 146 – દેવનાર ફાર્મ રોડ, બોરબાદેવી નગર, બી. એ. આર. સી. (BARC) ફેક્ટરી, બી. એ. આર. સી. (BARC) વસાહતનો પાણી પુરવઠો 18 કલાક માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.

એમ/પશ્ચિમ વિભાગ

વોર્ડ નંબર 151 – સાંઈબાબા નગર અને શ્રમજીવી નગર; વોર્ડ નં. 152 – સુભાષ નગર, ચેમ્બુર ગૌઠાન, સ્વસ્તિક પાર્ક, સિદ્ધાર્થ વસાહત, સુમન નગર; વોર્ડ નંબર 153 – ઘાટલા અમર નગર, મોતી બાગ ખારદેવ નગર, વૈભવ નગર, મૈત્રી પાર્ક, અતુર પાર્ક; વોર્ડ નંબર 154 – ચેમ્બુર કેમ્પ, યુનિયન પાર્ક લાલ વાડી; વોર્ડ નંબર 155 – લાલ ડોંગરમાં પાણી પુરવઠો કાપવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સાવચેતીના પગલા તરીકે, વિભાગના તમામ સંબંધિત નાગરિકોને ઉપરોક્ત સમયગાળા દરમિયાન પાણી કાપના આગલા દિવસ માટે જરૂરી પાણીનો જથ્થો સંગ્રહિત કરવા વિનંતી કરવામાં આવે છે. તેમજ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન કટ-ઓફ સમયગાળા દરમિયાન પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી રહ્યું છે.

આ પણ વાંચો :  Maharashtra: મુંબઈમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ ટીપુ સુલતાન પર રાખવા સામે વિરોધ, બજરંગ દળના કાર્યકરોની અટકાયત

Next Article