દેશની સૌથી શ્રીમંત અને તાકાતવર સ્કૂલોમાંની એક મુંબઈની પોદ્દાર સ્કૂલની ઘટના, બાળકોનો જીવ ખતરામાં નાંખીને ડ્રાઈવરે ચલાવી બસ, ગિયરમાં વાંસનો ટુકડો લગાવીને ચલાવાઈ રહી હતી બસ, પોલીસમાં થઈ લેખિત ફરિયાદ

ખાનગી સ્કૂલ્સના વાહનોમાં બાળકોના જીવ સાથે કેવી રમત થતી હોય છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ સ્કૂલ ઘણી જાણીતી છે અને આ સ્કૂલની બસમાં વિદ્યાર્થીઓના જીવન કેવી રીતે જોખમમાં મૂકાઈ રહ્યાં છે તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. મુંબઈમાં વિદ્યાર્થીઓના જીવ સાથે રમત થતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. સ્કૂલ બસના […]

દેશની સૌથી શ્રીમંત અને તાકાતવર સ્કૂલોમાંની એક મુંબઈની પોદ્દાર સ્કૂલની ઘટના, બાળકોનો જીવ ખતરામાં નાંખીને ડ્રાઈવરે ચલાવી બસ, ગિયરમાં વાંસનો ટુકડો લગાવીને ચલાવાઈ રહી હતી બસ, પોલીસમાં થઈ લેખિત ફરિયાદ
| Updated on: Feb 07, 2019 | 11:03 AM

ખાનગી સ્કૂલ્સના વાહનોમાં બાળકોના જીવ સાથે કેવી રમત થતી હોય છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ સ્કૂલ ઘણી જાણીતી છે અને આ સ્કૂલની બસમાં વિદ્યાર્થીઓના જીવન કેવી રીતે જોખમમાં મૂકાઈ રહ્યાં છે તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

મુંબઈમાં વિદ્યાર્થીઓના જીવ સાથે રમત થતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. સ્કૂલ બસના ચાલકે ગિયરની જગ્યાએ વાંસનો દંડો લગાવ્યો છે. સાંતાક્રૂઝના પોદ્દાર સ્કૂલની બસના ડ્રાઈવરે રાજુકુમારે ગિયર તૂટી જતા તેના બદલે ગિયર પાડવા માટે વાંસનો એક ટુકડો લગાવી દીધો.

TV9 Gujarati

 

આ બસના ચાલકે મંગળવારે એક કારને ટક્કર મારી હતી. જે કારચાલકની ફરિયાદ બાદ ખાર પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં લાકડાના વાંસથી સ્કૂલ બસનો ડ્રાઈવર ગિયર પાડતો હોવાની હકીકત સામે આવી. અત્યાર સુધી આ બસની ટક્કર માત્ર કાર સાથે જ થઈ હતી જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

જુઓ VIDEO:

ડ્રાઈવરની આ બેદરકારીને કારણે જો અકસ્માત થયો હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. આ બેદરકારી મામલે હાલ પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[yop_poll id=1175]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]