મુંબઈમાં મૂશળધાર વરસાદ, રેલ્વે સેવા ઠપ્પ, જનજીવન ખોરવાયુ, NDRFની 3 ટીમ સજજ, દુકાનો-ઓફિસ બંધ રાખવા આદેશ

|

Aug 04, 2020 | 6:20 AM

મુંબઈમાં ગઈકાલ રાત્રીથી વરસી રહેલા ભારે વરસાદને પગલે, સમગ્ર મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયુ છે. મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાટા ઉપર પાણી ફરી વળતા પશ્ચિમ રેલ્વેની સેવા બંધ કરવાની ફરજ પડી છે. હાર્બર લાઈનની પણ સેવાઓ ખોરવાઈ ગઈ છે. હજુ પણ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી હોવાથી, વહીવટીતંત્રે એનડીઆરએફની ત્રણ ટીમને […]

મુંબઈમાં મૂશળધાર વરસાદ, રેલ્વે સેવા ઠપ્પ, જનજીવન ખોરવાયુ, NDRFની 3 ટીમ સજજ, દુકાનો-ઓફિસ બંધ રાખવા આદેશ

Follow us on

મુંબઈમાં ગઈકાલ રાત્રીથી વરસી રહેલા ભારે વરસાદને પગલે, સમગ્ર મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયુ છે. મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાટા ઉપર પાણી ફરી વળતા પશ્ચિમ રેલ્વેની સેવા બંધ કરવાની ફરજ પડી છે. હાર્બર લાઈનની પણ સેવાઓ ખોરવાઈ ગઈ છે. હજુ પણ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી હોવાથી, વહીવટીતંત્રે એનડીઆરએફની ત્રણ ટીમને સજજ કરી દેવાઈ છે. ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણીને લઈને વધુ કોઈ સમસ્યા ના સર્જાય તે માટે જીવનજરૂરી ચીજવસ્તુ સિવાયની દુકાનો અને ઓફિસો બંધ રાખવા બીએમસીએ આદેશ આપ્યો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.અંધેરી સબવે, મિલન સબવે, મલાડ સબવેમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ભારે વરસાદને પગલે મુંબઈનું ઘબકતુ જનજીવન સ્થગિત થઈ ગયું હોય તેવુ લાગે છે.

Next Article