દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ત્રણ આતંકવાદીઓ ઘૂસ્યા છે. આ ત્રણેય આતંકીઓ પાકિસ્તાનના છે. મુંબઈ પોલીસને આવો જ એક ફોન આવ્યો છે. ફોન કરનારે પોતાનું નામ પણ આપ્યું છે. મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં મળેલા આ ફોન કોલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ત્રણ આતંકવાદીઓ દુબઈ થઈને શહેરમાં ઘુસ્યા છે. આ કોલ મળ્યા બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ફોન કરનારે મોબાઈલ નંબર અને વ્હીકલ નંબર પણ આપ્યો છે. આ સાથે ફોન કરનારે આતંકીઓના નામ પણ જણાવ્યા છે.
આ પણ વાંચો: Eknath Shinde Ayodhya Visit: સીએમ શિંદે પર આદિત્ય ઠાકરેનો કટાક્ષ, રાવણ રાજ ચલાવનારા અયોધ્યા જવા નિકળ્યા
ફોન કરનારે પોતાનું નામ પણ જણાવ્યું છે, મુંબઈ પોલીસ કોલ કરનારની વાત સાચી છે કે નહીં તેની તપાસ કરી રહી છે. ઘણી વખત કોઈ નશામાં કે તણાવમાં કે અન્ય કોઈ કારણસર નકલી કોલ કરતો હોય છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કોઈ ગંભીર ધમકી છે કે નવો ફેક કોલ? પરંતુ કોલ મળ્યા બાદ મુંબઈ પોલીસ પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે.
એક વ્યક્તિએ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ફોન કરીને દાવો કર્યો હતો કે દુબઈથી ત્રણ આતંકવાદીઓ મુંબઈમાં પ્રવેશ્યા છે. ત્રણેયનો પાકિસ્તાન સાથે સંબંધ છે. ફોન કરનારે આતંકીઓના નામ પણ આપ્યા છે. ફોન કરનારે એક આતંકવાદીનું નામ મુજીબ સૈયદ આપ્યું છે અને તેનો મોબાઈલ નંબર અને વાહન નંબર પણ શેયર કર્યો છે. ફોન કરનારે પોતાનું નામ રાજા થોંગે જણાવ્યું છે. કોલ મળ્યા બાદ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.
પોલીસે વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. આ પહેલીવાર નથી કે જ્યારે આવા કોલ આવ્યા હોય. મુંબઈ પોલીસને અવારનવાર આવા કોલ આવી રહ્યા છે. મોટાભાગના કોલ્સ નકલી નીકળે છે. આમ છતાં પોલીસ આવા કોલને ખૂબ જ ગંભીરતાથી લે છે. તેનું કારણ એ છે કે જો આમાંથી એક પણ કોલ સાચો હોય તો તેના પરિણામો ખૂબ જ ભયાનક હોઈ શકે છે. કદાચ ભારતમાં અન્ય કોઈ શહેર આતંકવાદી હુમલાની ભયાનકતા વિશે મુંબઈકરો કરતા વધારે જાણતું નથી. આજે પણ મુંબઈના લોકોના મનમાં 26/11ના હુમલાની યાદ તાજી છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
Published On - 4:14 pm, Sat, 8 April 23