Maharashtra : મુંબઈની ફેશન સ્ટ્રીટની દુકાનોમાં આગ લાગી, ઘણી દુકાનો બળીને ખાખ

|

Nov 05, 2022 | 6:21 PM

મુંબઈની ફેશન સ્ટ્રીટની દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. તમને જણાવી દઈએ કે BMC દ્વારા પ્રાપ્ત સમાચાર મુજબ, આગની માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગને જાણ કર્યા બાદ આગ ઓલવવા માટે ફાયર એન્જિનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

Maharashtra : મુંબઈની ફેશન સ્ટ્રીટની દુકાનોમાં આગ લાગી, ઘણી દુકાનો બળીને ખાખ
Mumbai Over 10 shops gutted in fire on fashion street. Details here

Follow us on

મુંબઈની ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગ લાગી હતી. મુંબઈની ફેશન સ્ટ્રીટ રેડીમેડ કપડા માટેનું પ્રખ્યાત બજાર છે. આવી જ એક કપડાની દુકાનમાંથી 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને ઘણી દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ 15 થી 20 દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.

શનિ-રવિને કારણે બજારમાં ભીડ જામી હતી અને ભારે ધમાલ જોવા મળી હતી. આવી સ્થિતિમાં આગના કારણે અનેક લોકો ગભરાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અધિકારીઓએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મેટ્રો સિનેમા પાસે આ ફેશન સ્ટ્રીટ છે જે ફેશનેબલ કપડા માટે પ્રખ્યાત છે. અહીં કપડાંની સોથી વધુ દુકાનો છે. આગની જ્વાળાઓ ઘણી ઊંચાઈએથી દેખાઈ રહી હતી. ફેશન સ્ટ્રીટ ઉપર ધુમાડો ઉછળતો જોઈ શકાતો હતો.

 આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું

આગ ઝડપથી પ્રસરવાનું કારણ અહીંની દુકાનો એકબીજાને અડીને આવેલી છે. કપડાની દુકાનો હોવાને કારણે તે વધુ ઝડપથી ફેલાઈ હતી. આગ ઝડપથી પ્રસરી જવાને કારણે સ્થાનિક પ્રશાસને તાત્કાલિક ત્યાં હાજર લોકોને હટાવીને સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો હતો. તેથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

કોઈએ જાનહાની નથી, પરંતુ ભારે આર્થિક નુકસાન થયું છે

આગમાં 15 થી 20 દુકાનો સંપૂર્ણ બળીને ખાખ થઈ જતા આર્થિક નુકશાન ઘણું થયું છે. ફાયર બ્રિગેડના જવાનોને આગ ઓલવવામાં સફળતા મળી છે. આગની માહિતી મળતા જ પોલીસની ટીમ અને BMCના કર્મચારીઓ અને અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ કાબુમાં આવ્યા બાદ જે દુકાનોમાં આગ પહોંચી નથી તે દુકાનદારો તેમના કપડા પેક કરી રહ્યા છે. પહેલા એક દુકાનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. કોઇ કંઇ સમજે ત્યાં સુધીમાં આગ આસપાસની દુકાનોને લપેટમાં લઇ લીધી હતી. લગભગ બપોરના 12 વાગ્યા હતા. અચાનક આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ધુમાડાના ગોટેગોટા ખૂબ ઉંચાઈએ દેખાવા લાગ્યા.

Published On - 6:13 pm, Sat, 5 November 22

Next Article