મુંબઈ લોકલમાં ઝેરી ગેસથી હુમલો કરવાની હતી યોજના? આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો, મહારાષ્ટ્ર સરકારે વધારી સુરક્ષા

દિલ્હી પોલીસે પકડેલા 6 આતંકવાદીઓની પૂછપરછમાં એવું સામે આવ્યું છે કે મુંબઈની લોકલ ટ્રેનોમાં ઝેરી ગેસ છોડવાની યોજના ઘડવામાં આવી હતી.

મુંબઈ લોકલમાં ઝેરી ગેસથી હુમલો કરવાની હતી યોજના? આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો, મહારાષ્ટ્ર સરકારે વધારી સુરક્ષા
| Edited By: | Updated on: Sep 18, 2021 | 10:04 PM

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે (Delhi Police Special Cell) 14 સપ્ટેમ્બરે 6 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ જાણવા મળ્યું કે આ લોકો દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. આ પછી મુંબઈ સહિત દેશના તમામ પ્રમુખ અને મોટા શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી.

 

આ દરમિયાન આજે સવારે (શનિવાર, 18 સપ્ટેમ્બર) મહારાષ્ટ્ર એટીએસ (Maharashtra ATS) અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની (Mumbai Crime Branch) સંયુક્ત કાર્યવાહીમાં મુંબઈના જોગેશ્વરીમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે.

 

શકમંદનું નામ ઝાકિર છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત સમાચાર અનુસાર દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા 6 આતંકવાદીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મુંબઈ લોકલ ટ્રેનોમાં (Mumbai Local Train) ઝેરી ગેસ છોડવાની યોજના ઘડવામાં આવી હતી.

 

આ માહિતી સામે આવતા જ મુંબઈમાં હડકંપ મચી ગયો છે. ગુપ્તચર વિભાગ દ્વારા રેલવે પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુપ્તચર વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ મુંબઈ લોકલ સાથે જોડાયેલા સ્ટેશનોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 

કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોતા જ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશનોના મુખ્ય પ્રવેશદ્વાર સિવાય અન્ય તમામ ગેટ બંધ કરવામાં આવ્યા છે. 14 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસે દેશભરમાં હુમલાના કાવતરાનો ખુલાસો કર્યા બાદ મહારાષ્ટ્ર સરકારે સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરવાનો આદેશ આપ્યો હતો.

 

મુંબઈ લોકલની રેકી કરવામાં આવી

14 સપ્ટેમ્બરે દેશભરમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહેલા 6 આતંકીઓની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી. રામનવમી, નવરાત્રી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને તેમનો હેતુ ભીડભાડવાળી જગ્યાઓને નિશાન બનાવવાનો હતો.

 

આ માટે મુખ્યત્વે દિલ્હી, મુંબઈ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ગણતરી કરવામાં આવી હતી. આ અંતર્ગત મુંબઈમાં મુંબઈ લોકલ, ગિરગાંવ ચોપાટી, મરીન ડ્રાઈવની રેકી કરવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

 

આ દરમિયાન મહારાષ્ટ્ર એટીએસ અને મુંબઈ ક્રાઈમ બ્રાંચે સંયુક્ત રીતે કાર્યવાહી દ્વારા આજે (શનિવાર, 18 સપ્ટેમ્બર) મુંબઈના જોગેશ્વરીમાંથી વધુ એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેનું નામ ઝાકિર કહેવામાં આવી રહ્યું છે. અગાઉ દિલ્હી પોલીસ દ્વારા પકડાયેલા છ આતંકવાદીઓમાંના એક જાન મોહમ્મદ શેખનું પણ મુંબઈ કનેક્શન સામે આવ્યું હતું.

 

જાન મોહમ્મદ મુંબઈના ધારાવીનો રહેવાસી છે. મુંબઈથી દિલ્હી જતી વખતે તેની રાજસ્થાનના કોટાથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી મુંબઈ પોલીસે પણ તેનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું. હવે, સૂત્રો પાસેથી જે માહિતી બહાર આવી રહી છે તે અનુસાર દિલ્હી પોલીસે ધરપકડ કરેલા આતંકવાદીઓએ પૂછપરછમાં જણાવ્યું છે કે મુંબઈમાં ગણેશોત્સવનો સમય ટાર્ગેટ માટે પસંદ કરવામાં આવ્યો હતો. ષડયંત્ર હેઠળ મુંબઈ લોકલમાં ઝેરી ગેસ છોડીને આતંક ફેલાવવાની યોજના ઘડવામાં આવી હતી.

 

આ પણ વાંચો :  Maharashtra: મુંબઈમાં ઘડાયુ હતુ આતંકી કાવતરુ, ટાર્ગેટ પર હતા રામલીલા અને નવરાત્રીના કાર્યક્રમો