Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનને લગતા મોટા સમાચાર, લોકડાઉનના સમાચારો વચ્ચે BMC એ સામાન્ય મુસાફરોનું ટેન્શન કર્યુ દુર

|

Jan 04, 2022 | 10:00 PM

મુંબઈમાં લોકડાઉન (Mumbai Lockdown) લાગુ કરવાની ચર્ચા અલગ-અલગ સ્તરે શરૂ થઈ રહી છે. આ ચર્ચાઓ વચ્ચે મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) સામાન્ય મુસાફરો માટે પણ નિયંત્રણો લાદવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Mumbai Local Train:  મુંબઈ લોકલ ટ્રેનને લગતા મોટા સમાચાર, લોકડાઉનના સમાચારો વચ્ચે BMC એ સામાન્ય મુસાફરોનું ટેન્શન કર્યુ દુર
Mumbai Local Train (File Photo)

Follow us on

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ કારણે, ખાસ કરીને મુંબઈમાં લોકડાઉન (Mumbai Lockdown) લાગુ કરવાની ચર્ચા અલગ-અલગ સ્તરે શરૂ થઈ રહી છે. આ ચર્ચાઓ વચ્ચે મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) સામાન્ય મુસાફરો માટે પણ નિયંત્રણો લાદવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મંગળવારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ (Suresh Kakani) આ આશંકાઓ અંગે સ્પષ્ટતા કરી હતી. BMC અધિકારીઓના આ જવાબથી સામાન્ય મુસાફરોનું મોટુ ટેન્શન દૂર થઈ ગયું છે.

મીડિયા સાથે વાત કરતા, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિક કમિશનર, સુરેશ કાકાણીએ સ્પષ્ટ કર્યું કે હાલમાં મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે સામાન્ય મુસાફરો પર પ્રતિબંધ લાગુ કરવાની કોઈ યોજના નથી. BMC અધિકારી દ્વારા આપવામાં આવેલા આ જવાબથી, હાલમાં મુંબઈની લાઈફલાઈન ગણાતી મુંબઈ લોકલ સેવાને લઈને સામાન્ય મુસાફરોના મનમાં જે શંકા હતી તે દૂર થઈ ગઈ છે.

કોરોના અને ઓમિક્રોનના વધતા સંકટનો સામનો કરવા માટે બીએમસી સક્ષમ, સમર્થ અને તૈયાર

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સુરેશ કાકાણીએ કહ્યું કે, ‘શહેરમાં કોવિડ 19 સંક્રમિતોની સંખ્યા અને કોરોના પોઝિટિવ રેટ દિવસેને દિવસે ઝડપથી વધી રહ્યો છે. આ ચોક્કસપણે ચિંતાનો વિષય છે. એ વાત પણ સાચી છે કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોના સામે લડવા માટે નિવારક પગલાં અને યોજનાઓ લાગુ કરી રહી છે. પરંતુ હાલમાં મુંબઈ લોકલ ટ્રેન સેવામાં મુસાફરી કરવા માટે સામાન્ય મુસાફરો પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી. તે જ સમયે, BMC એડિશનલ કમિશનરે ખાતરી આપી હતી કે BMC સંભવિત કોરોના અને ઓમિક્રોન સંકટનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ, સમર્થ અને તૈયાર છે.

આગળ, BMC અધિકારીએ કહ્યું કે જો જરૂર પડશે તો મહારાષ્ટ્ર સરકાર કોવિડ 19 ટાસ્ક ફોર્સ સાથે પરામર્શ કરીને આ અંગે નિર્ણય લેશે. તેમણે એમ પણ કહ્યું કે હાલમાં 90 ટકા કોરોના સંક્રમિત દર્દીઓમાં કોઈ લક્ષણો દેખાઈ રહ્યા નથી. માત્ર 4 થી 5 ટકા દર્દીઓ સારવાર માટે હોસ્પિટલોમાં દાખલ થવાના જોખમનો સામનો કરી રહ્યા છે. એટલે કે ગંભીર રીતે સંક્રમિત દર્દીઓની સંખ્યા હાલમાં નહિવત છે.

મુંબઈ મહાનગરપાલિકાના અધિકારક્ષેત્ર હેઠળ 30 હજાર 500 બેડ ઉપલબ્ધ છે. જેમાં સાડા ત્રણ હજાર બેડ પર દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા પાસે ઓક્સિજનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. દવાઓ અને વેન્ટિલેટરની પણ કોઈ અછત નથી. તેથી, BMC કોઈપણ સંભવિત જોખમનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આ પણ વાંચો :  Mumbai Corona: મુંબઈમાં લોકડાઉનથી બચવું હોય તો સુપર સ્પ્રેડર ન બનો, કોરોના સંકટનો કડકાઈથી સામનો કરવાનો મેયરે આપ્યો સંકેત

Next Article