Mumbai Local Train: બોમ્બે હાઈકોર્ટનો ઠાકરે સરકારને સવાલ- જે લોકોનું રસીકરણ થઈ ચુક્યું છે તેમને મુંબઈ લોકલમાં જવાની મંજૂરી કેમ નથી?

|

Aug 02, 2021 | 5:33 PM

મંગળવારે યોજાયેલી આ સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને મુંબઈ લોકલમાં મુસાફરી કરવા માટે રસી લઈ લીધેલા લોકોને વહેલી તકે મંજૂરી આપવા માટે કહ્યુ છે. ગુરુવારે ફરી સુનાવણી છે. આવી પરીસ્થિતિમાં સામાન્ય મુસાફરો માટે ગુરુવારે (4 ઓગસ્ટ) મુંબઈ લોકલ શરૂ થવાની શક્યતા વધી છે.

Mumbai Local Train: બોમ્બે હાઈકોર્ટનો ઠાકરે સરકારને સવાલ- જે લોકોનું રસીકરણ થઈ ચુક્યું છે તેમને મુંબઈ લોકલમાં જવાની મંજૂરી કેમ નથી?
File Image

Follow us on

જે લોકોએ કોરોનાની રસી લીધી છે, તેમને મુંબઈની લોકલ ટ્રેનો (Mumbai Local Train)માં મુસાફરી કરવાની મંજૂરી કેમ આપવામાં નથી આવી રહી? મુંબઈ હાઈકોર્ટે (Bombay High Court) મહારાષ્ટ્ર સરકાર (Mahavikas Aghadi Government)ને આ પ્રશ્ન પૂછ્યો છે. ઠાકરે સરકારે જે લોકોએ રસી લઈ લીધી છે, તેમને મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવા પર વિચાર કરવો  જોઈએ. બોમ્બે હાઈકોર્ટે આ સૂચના ઠાકરે સરકાર (CM Uddhav Thackeray)ને આપી છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

વકીલોને મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની મંજૂરી આપવાના સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે આ સૂચના આપી હતી. મંગળવારે યોજાયેલી આ સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને મુંબઈ લોકલમાં મુસાફરી કરવા માટે રસી લઈ લીધેલા લોકોને વહેલી તકે મંજૂરી આપવા માટે કહ્યું છે. ગુરુવારે ફરી સુનાવણી છે. આવી પરીસ્થિતિમાં સામાન્ય મુસાફરો માટે ગુરુવારે (4 ઓગસ્ટ) મુંબઈ લોકલ શરૂ થવાની શક્યતા વધી છે.

 

વકીલોના સંગઠન દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વકીલોને મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની પરવાનગી આપવા માટે અપીલ કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન મુંબઈ હાઈકોર્ટે આ સૂચના ઠાકરે સરકારને આપી છે.

 

વકીલોનું કહેવું છે કે હવે કોર્ટમાં કામ પ્રત્યક્ષ રૂપે શરૂ થયું છે. આવી સ્થિતિમાં વકીલોને કોર્ટમાં આવવા માટે મુંબઈ લોકલ ટ્રેનની સુવિધા પૂરી પાડવી જોઈએ, જેથી તેઓ સમયસર કોર્ટમાં પહોંચી શકે. વકીલોની આ માંગ પર અંતિમ નિર્ણય મુખ્યમંત્રી લેશે, સરકારે આ માહિતી કોર્ટને આપી છે. સરકારે કોર્ટને એમ પણ કહ્યું છે કે કયા વકીલોને મુક્તિ આપવામાં આવશે, આ સંદર્ભે એક વિગતવાર અહેવાલ તૈયાર કરીને મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યો છે. જોકે, હાલમાં મુખ્યમંત્રીએ તેના પર હસ્તાક્ષર કર્યા નથી.

 

જે લોકોનું રસીકરણ થઈ ગયું છે તેમને મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની મંજૂરી આપો- બોમ્બે હાઈકોર્ટ 

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે પરિસ્થિતિ થોડી અલગ છે. આ કારણોસર સરકારે માત્ર વકીલોને જ નહીં, પરંતુ રસી લઈ ચુંકેલા અન્ય વિસ્તારોના લોકોને પણ મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની મંજૂરી આપવી જોઈએ.

 

 

સામાન્ય લોકો માટે ગુરુવારે થઈ શકે છે મુંબઈ લોકલનો નિર્ણય 

હાઈકોર્ટે સરકારને કહ્યું કે સામાન્ય લોકો માટે લોકલ વગર મુસાફરી કરવી આર્થિક રીતે ખૂબ જ પીડાદાયક હોય છે તો સરકારે આ અંગે પણ વિચારવું જોઈએ. કોર્ટે રસ્તાઓની હાલત પર ધ્યાન દોરતા કહ્યું કે લોકોને પોતાના સ્થળે પહોંચવામાં 3 કલાક જેટલો સમય લાગે છે. ગુરુવારે આ વિશે હજી ફરી સુનાવણી છે. તમામની નજર ગુરુવારની સુનાવણી પર છે.

 

 

આ પણ વાંચો :  Raj Kundra Case: પુરાવાનો નાશ કરી રહ્યો હતો રાજ કુંદ્રા, સરકારી વકીલે મુંબઈ હાઈકોર્ટમાં ધરપકડ માટેનું આપ્યુ કારણ

Next Article