મુંબઈમાં કોરોનાનું (Mumbai Corona) સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં લગભગ અડધો ડઝન હોસ્પિટલના 221 રેસીડેન્ટ ડોક્ટરો કોરોના પોઝિટીવ (221 doctors corona positive) મળી આવ્યા છે. આ હોસ્પિટલોમાં જે જે હોસ્પિટલ, સાયન હોસ્પિટલ, KEM હોસ્પિટલ, નાયર હોસ્પિટલ અને કૂપર હોસ્પિટલના ડોક્ટરોના નામ સામે આવ્યા છે.
જેજે હોસ્પિટલના 61 ડોક્ટર, સાયન હોસ્પિટલના 50 ડોક્ટર, KEM હોસ્પિટલના 40 ડોક્ટર, નાયર હોસ્પિટલના 40 ડોક્ટર, કૂપર હોસ્પિટલના 7 ડોક્ટર કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. સેન્ટ્રલ માર્ડના પ્રમુખ ડૉ. અવિનાશ દહીફલેએ આ માહિતી આપી છે. પૂણેની સસૂન હોસ્પિટલમાં પણ 5 અને થાણેમાં પણ 8 ડૉક્ટર કોરોના પોઝિટીવ મળ્યા છે. આ દરમિયાન શિવસેના સાંસદ સંજય રાઉતનો (Sanjay Raut) આખો પરિવાર પણ કોરોના સંક્રમિત થઈ ગયો છે.
સંજય રાઉતના પરિવારમાં તેમના માતા, પત્ની, પુત્રી અને ભત્રીજી કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ આજે (5 જાન્યુઆરી, બુધવાર) ભાજપના નેતા અને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પ્રવિણ દરેકરનો રિપોર્ટ પણ આજે પોઝિટીવ આવ્યો હતો. રાજ ઠાકરેના ઘર અને ઓફિસ ‘શિવતીર્થ’ના ત્રણ કર્મચારીઓ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે.
કુલ 30 કર્મચારીઓનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમાંથી એકનો પોઝિટીવ રિપોર્ટ ગઈકાલે જ આવ્યો હતો. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો એક કર્મચારી પણ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ રાહતની વાત એ છે કે આ કર્મચારી બિગ બીના પરિવારના કોઈ સભ્યના સંપર્કમાં આવ્યો નથી.
તમને જણાવી દઈએ કે ગઈકાલે મુંબઈમાં કોરોનાનો આંકડો 10 હજારને વટાવી ગયો હતો. ગઈકાલે શિવસેનાના ચાર મોટા નેતાઓ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું હતું. તેમાં શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે, સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંત, યુવા સેનાના સચિવ વરુણ દેસાઈ અને ધારાસભ્ય પ્રતાપ સરનાઈકનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગઈકાલે ભાજપના અતુલ ભાતખલકર પણ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 10થી 15 મંત્રીઓ અને 70થી વધુ ધારાસભ્યો કોરોના પોઝિટીવ મળી આવ્યા છે.
1. કે.સી. પાડવી – આદિજાતિ કલ્યાણ મંત્રી
2. વર્ષા ગાયકવાડ – શિક્ષણ મંત્રી
3. બાળાસાહેબ થોરાટ – મહેસૂલ મંત્રી
4. યશોમતી ઠાકુર – મહિલા બાળ કલ્યાણ મંત્રી
5. પ્રાજક્ત તાનપુરે – રાજ્ય મંત્રી
6. સમીર મેઘે – BJP MLA
7. ધીરજ દેશમુખ – કોંગ્રેસ ધારાસભ્ય
8.રાધાકૃષ્ણવિખે પાટિલ-ભાજપ ધારાસભ્ય
9. સુપ્રિયા સુલે – NCP સાંસદ
10. દીપક સાવંત – ભૂતપૂર્વ મંત્રી
11. માધુરી મિસાલ – BJP MLA
12. ચંદ્રકાંત પાટીલ – ધારાસભ્ય
13. ઈન્દ્રનીલ નાઈક – MLA
14. હર્ષવર્ધન પાટીલ – પૂર્વ મંત્રી
15. સદાનંદ સુલે – સુપ્રિયા સુલેના પતિ
16. વિપિન શર્મા – થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર,
17. પંકજા મુંડે – ભાજપના રાષ્ટ્રીય સચિવ
18. એકનાથ શિંદે – શહેરી વિકાસ મંત્રી
19. અરવિંદ સાવંત – શિવસેના સાંસદ
20. વિદ્યા ઠાકુર – BJP MLA
21. વરુણ સરદેસાઈ – યુવા સેનાના જનરલ સેક્રેટરી
22. અતુલ ભાટખાલકર – BJP MLA
23.સુજય વિખે પાટીલ – ભાજપ સાંસદ
24. નિલય નાઈક-ભાજપ ધારાસભ્ય
25- પ્રતાપ સરનાઈક- શિવસેના ધારાસભ્ય
26- પ્રવીણ દરેકર- ભાજપના ધારાસભ્ય અને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા
આ પણ વાંચો : શું મહારાષ્ટ્રમાં થશે મિની લોકડાઉન ? બેઠક બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે લેશે આખરી નિર્ણય